Connect Gujarat
દેશ

કુંભ મેળા માટે રેલવે સ્પેશિયલ ૮૦૦ ટ્રેનો દોડાવશે

કુંભ મેળા માટે રેલવે સ્પેશિયલ ૮૦૦ ટ્રેનો દોડાવશે
X

૨૦૧૯માં યોજાનારા કુંભ મેળાની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. આ કુંભ મેળામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે રેલવે પ્રશાસનની મદદ લેવામાં આવશે. એવા અહેવાલો છે કે કુંભ મેળાવામાં શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાય અને મુસાફરીમાં સરળતા રહે તે માટે રેલવે ૮૦૦ ટ્રેનો દોડાવશે. ૧૪-૧૫ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ માટે પહેલું શાહી સ્નાન કરવામાં આવશે. આ ઉજવણી ચાર માર્ચના મહા શિવરાત્રી પર્વ સુધી ચાલશે. ઉત્તર મધ્ય રેલવે (એનસીઆર)ના પીઆરઓએ જણાવ્યું હતું કે દેશભરના જુદા જુદા શહેરોમાંથી છ સ્પેશિયલ ટ્રેન અલ્લાહાબાદ આવશે.

આ ઉપરાંત દિલ્હીથી અલ્લાહાબાદ વચ્ચે પાંચ હજાર પ્રવાસી ભારતીયો માટે પાંચ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ પ્રવાસી ભારતીયોને બાદમાં દિલ્હીમાં ૨૬મી જાન્યુઆરીની ઉજવણીમાં લઇ જવામાં આવશે. આ ઉપરાંત ટ્રેનના આશરે ૧૪૦૦ ડબા પર કુંભ મેળાનું બ્રાન્ડિંગ કરવામા આવશે. આ દેશના જુદા જુદા ભાગોમાં કુંભ મેળાનો પ્રચાર કરવામાં આવશે. આ સ્પેશિયલ કોચમાં કુંભ મેળાના વિવિધ દ્રશ્યો અને પોસ્ટરો પણ લગાવવામાં આવશે. આ ઉપરાંત પેઇન્ટ માઇ સીટી અંતર્ગત રેલવે સ્ટેશનોને વિશેષ કામગીરી સોપવામાં આવી છે જેમાં પણ કુંભ મેળાનું બ્રાન્ડિંગ કરવામાં આવશે.

અલ્લાહાબાદમાં આ કુંભ મેળાનું આયોજન થતું હોવાથી તેની ભવ્ય તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ આ મેળા પર નજર રાખી રહ્યા છે. અલ્લાહાબાદ રેલવે સ્ટેશન પર મેળા સમયે થનારી ભીડને પહોંચી વળવા માટે પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા જ આ કુંભ મેળો યોજાઇ રહ્યો છે. જેની તડામાર તૈયારીઓ ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર કરી રહી છે. સાથે કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે

Next Story