Connect Gujarat
લાઇફસ્ટાઇલ

કુંવારી માતા બનવાનો બોલ્ડ નિર્ણય લેનાર નીના ગુપ્તાના જીવનની એક ઝલક...

કુંવારી માતા બનવાનો બોલ્ડ નિર્ણય લેનાર નીના ગુપ્તાના જીવનની એક ઝલક...
X

ભારતમાં માતા બનનાર દરેક સ્ત્રી પ્રત્યે બધા જ લોકો સન્માનની ભાવના ધરાવે છે. પરંતુ કુંવારી માતા બનનાર સ્ત્રીને તેટલી જ ધૃણા કરે છે. તેવા સમયે જો કોઇ યુવતી આવો નિર્ણય કરે તો તે ખરેખર ખૂબ જ સાહસિક કહેવાય. કંઇક આવુ જ થયું હતું ફિલ્મ અને ટીવી અભિનેત્રી નીના ગુપ્તા સાથે. કુંવારી માતા બનવાનો બોલ્ડ નિર્ણય લઇને પ્રચાર માધ્યમોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી નીના ગુપ્તાનો જન્મ 4 જુલાઇ, 1959માં દિલ્હીમાં થયો હતો.

નીનાએ જાને ભી દો યારો, મંડી અને ગાંધી સહિતની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. તે સિવાય તેમણે સીરિયલોમાં પણ કામ કર્યુ છે. જેમાંથી તેમણે લખેલી સાંસ સિરીયલની ખૂબ જ પ્રશંસા થઇ હતી.

984135143

1980માં વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર વિવિયન રિચર્ડસન સાથેના સંબંધથી નીના ગર્ભવતી થઇ હતી. નીનાએ બધાના વિરોધ વચ્ચે કુંવારી માતા બનવાનો બોલ્ડ નિર્ણય કર્યો હતો અને મસાબા નામની પુત્રીને જન્મ આપ્યો હતો.

100515_brunch_9

જોકે, આ અંગે નીનાએ એક ચેનલના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સ્ત્રીઓએ જો આ દેશમાં સમાજમાં રહેવું હોય તો લગ્ન કરવા જ જોઇએ. લોકોના મતે આ મારો સાહસિક નિર્ણય હતો. પરંતુ તે ખરેખર બહુ જ કઠોર નિર્ણય હતો. એકલા હાથે બાળકને સાચવવુ ખૂબ જ અઘરૂ છે. નીના કહ્યું હતું કે આપણા દેશમાં ઘણી સ્ત્રીઓ મજબૂરીવશ કુંવારી માતા બની જતી હોય છે. જોકે મારા કેસમાં તે મારી ઇચ્છાના કારણે થયું હતું. લોકો મને બોલ્ડ સ્ત્રી ગણાવે છે. પરંતુ આપણા સમાજમાં બોલ્ડ સ્રીને ખરાબ સ્ત્રી ગણવામાં આવે છે.

100515_brunch_10

નીનાના જણાવ્યા મુજબ તેમણે પોતાની દિકરી મસાબાને પણ સલાહ આપી હતી કે જો તે મધુ મન્ટેનાને પ્રેમ કરે છે તો તેની સાથે લગ્ન કરી લેવા જોઇએ.134-DSC_9309

નીના ગુપ્તાએ 2008માં દિલ્હી સ્થિત બિઝનેસમેન વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તેમની સાથે રહે છે.

3741481

નીના અને રિચર્ડસનની દિકરી મસાબા પણ મધુ મન્ટેના સાથે લગ્ન કરીને ઠરીઠામ થઇ ગઇ છે. રિચર્ડસન આજે પણ નીના અને તેમની દિકરી મસાબાના સંપર્કમાં છે.

Next Story