Connect Gujarat
ગુજરાત

કૃષિ પ્રધાન દેશનો દુખી કિસાન, જાણો કોણે લખ્યાં વડાપ્રધાનને પત્ર

કૃષિ પ્રધાન દેશનો દુખી કિસાન, જાણો કોણે લખ્યાં વડાપ્રધાનને પત્ર
X

સુરેન્દ્રનગરના

મુળી તાલુકાના ખેડૂતોએ ઠાલવી વ્યથા

વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે વીમા યોજનાની જાહેરાત કરી હતી પણ રાજયમાં હજી સુધી

વીમાની રકમ નહિ ચુકવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના

ખેડૂતોએ વડાપ્રધાનને પત્ર લખી વહેલી તકે ખેડૂતોને વીમાના નાણા મળે તે દિશામાં

પગલાં ભરવાની માંગ કરી છે.

ગુજરાતમાં

ચાલુ વર્ષે અતિવૃષ્ટિ તથા વાવાઝોડાના કારણે ખેતીને વ્યાપક નુકશાન થયું હતું.

આર્થિક રીતે પાયમાલ થયેલા ખેડૂતો વીમાની રકમ મળશે તેવી આશમાં બેઠા છે પણ વીમા

કંપનીઓએ હજી સુધી સર્વે પણ કરાવ્યો ન હોવાથી જગતના તાતની સ્થિતિ પડતા પર પાટુ

પડયું હોય તેવી થઇ ચુકી છે. સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખેડૂતોએ

વડાપ્રધાનને પત્ર લખી તેમની વ્યથા ઠાલવી છે. પત્રમાં ખેડૂતોએ લખ્યું છે કે, પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના અંગે તમે

મોટી જાહેરાત કરી હતી પણ યોજનાની

ગાઇડલાઇન મુજબ વીમા કંપનીઓ કે ગુજરાત સરકારના અધિકારીઓ કામગીરી કરતાં નથી. વીમાની

રકમ મેળવવા માટે કચેરીઓના ધકકા ખાવા પડી રહયાં છે. વીમા યોજના તમારા નામથી હોવાથી

ખેડૂતોએ હોશે હોશે પ્રિમિયમની રકમ ભરી છે પણ હવે વીમો ચુકવવાામાં અખાડા કરવામાં

આવી રહયાં છે. વહેલી તકે વીમાની રકમ ચુકવાય તેવા પગલાં ભરવાની માંગ ખેડૂતોએ કરી

છે.

Next Story