Connect Gujarat
ગુજરાત

કેશવાણ-ઓચ્છણ ગામ વચ્ચે IOCL કંપનીના કર્મીઓએ ખેતરમાં પ્રવેશી કામ કરાવતા ખેડૂતો ગિન્નાયા

કેશવાણ-ઓચ્છણ ગામ વચ્ચે IOCL કંપનીના કર્મીઓએ ખેતરમાં પ્રવેશી કામ કરાવતા ખેડૂતો ગિન્નાયા
X

વાગરા તાલુકાના અનેક ગામોમાંથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. દ્ધારા પાઇપ લાઇન

નાંખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જે સામે વાગરાના કેશવણ,બદલપુરા ગામના ખેડૂતોએ કામગીરી અટકાવી દેતા મામલો ગરમાયો હતો.

વાગરા તાલુકાના ઓચ્છણ અને કેશવાણ ગામની વચ્ચે થી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. દ્ધારા પાઇપ લાઇન નાંખવાની પેરવી હાથ ધરવામાં આવી રહી છે.આ પાઇપ લાઇન અનેક ગામોમાંથી પસાર થશે.જે સામે ખેડૂતોએ વળતર ના મુદ્દે અધિકારીઓ સામે આક્રોશ પૂર્વક રજુઆત કરી હતી.સાથે જ્યાં સુધી વળતર મામલે IOCL કોઈ સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી કામ કરવા નહિ દઈએનો હૂંકાર જગતના તાતે કર્યો હતો. એક તબક્કે IOCL ના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ટપાટપી થતા માહોલ ગરમાઈ ગયો હતો.

ખેડૂતોની કોઈપણ જાતની પરવાનગી વિના ખેતરમાં ઉગેલા પાકને ઉખાડી લેવલિંગ કરતા જેસીબી ને ક્રોધે ભરાયેલા જગતના તાતે ખેતરમાંથી બહાર નીકળી જવાની ફરજ પાડી હતી. IOCL ના અધિકારી શશીકાંત શર્માએ ખેડૂતોને ઉગ્ર સ્વરે જણાવ્યુ હતુ કે તમે સદર સમસ્યા મુદ્દે ગુજરાતના સી.એમ રૂપાણી તેમજ વડાપ્રધાન મોદી ને રજુઆત કરવી હોય તો પણ કરી શકો છો. બીજી તરફ કંપની અધિકારીએ ખેડૂતો સામે એફઆઈઆર કરવાની વાત કરતા ખેડૂતો બગડ્યા હતા અને અત્યારે અમારી વિરુદ્ધ એફઆઇઆર કરો તેમ જણાવતા કંપની કર્મી મુંઝવણમાં મુકાઈ ગયા હતા.

ખેડૂતો અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ. વચ્ચે ચાલતા ગજગ્રાહ ટાણે વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.અને બંનેવ પક્ષને પોલીસ મથકે બોલાવી તેઓની રજુઆત સાંભળી હતી. વધુમાં ખેડૂતોએ વાગરા મામલતદાર ને પણ આ બાબત થી અવગત કરી ન્યાયની અરજ કરી હતી. અને જો કોઈ નિવેડો નહીં આવે તો ખેડૂતોએ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.

Next Story