Connect Gujarat
દુનિયા

કોપા અમેરિકા કપમાં આર્જેન્ટિનાની હારથી હતાશ મેસ્સીએ કરી નિવૃતિની જાહેરાત

કોપા અમેરિકા કપમાં આર્જેન્ટિનાની હારથી હતાશ મેસ્સીએ કરી નિવૃતિની જાહેરાત
X

કોપા અમેરિકા કપમાં આર્જેન્ટિનાની હાર બાદ સોમવારે સ્ટાર ફુટબોલ ખેલાડી લિયોનેલ મિસ્સીએ હતાશ થઇને આંતરરાષ્ટ્રિય ફુટબોલમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી. મેસ્સીની નિવૃતીની જાહેરાતથી ફુટબોલ જગતમાં સોપો પડી ગયો છે.

ચિલે અને આર્જેન્ટિના વચ્ચેની ફાઇનલ મેચમાં પેનલ્ટી શુટાઉટ મેસ્સી દ્વારા મિસ થઇ જતા આર્જેન્ટિનાએ મેચ ગુમાવવાનો વારો આવ્યો હતો.

ફાઇનલમાં આર્જેન્ટિનાને હરાવી ચિલીએ સતત બીજી વાર કોપા અમેરિકા કપનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ફાઇનલ મેચમાં પેન્ટલ્ટી શૂટ આઉટમાં આર્જેન્ટિનાનો 4-2થી પરાજય થયો હતો.

ઉલ્લેખનીય છે કે મેસ્સીને 5 વખત ફુટબોલ ઓફ ધ યરનો ખિતાબ મળેલો છે. તેણે તેની કારકિર્દી દરમિયાન 55થી વધુ ગોલ કર્યા છે.

Next Story