Connect Gujarat
ગુજરાત

ક્ચ્છ : બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા ખેતરો ધોવાયા, લાખો લિટર પાણી વહી ગયું

ક્ચ્છ : બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા ખેતરો ધોવાયા, લાખો લિટર પાણી વહી ગયું
X

કચ્છના રાપર-ભચાઉ તાલુકા વચ્ચે આવેલ ભરુડીયા ગામ નજીક બ્રાન્ચ કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લિટર પાણી વહી ગયું હતું.

કચ્છ જિલ્લાના રાપર-ભચાઉ તાલુકા વચ્ચે આવેલ ભરુડીયા અને રામવાવ ગામની અંદાજે દોઢસો એકર ખેતીલાયક જમીનમાં પાણી ફરી વળતાં બીટી કોટનનો ઉભો પાક ધોવાઈ ગયો હતો. બાદમાં કેનાલના બંને તરફના ગેટ બંધ કરી દઈ કેનાલમાં જતું પાણી અટકાવવાની ફરજ પડી હતી. મુખ્ય માર્ગ ઉપર અંદાજેપાંચથી સાત મીટર મોટું ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડવાના કારણે મોટાભાગનું પાણી નજીકમાં આવેલી નદીના કોતરમાં વહી જતાં ખેતરોને ભારે નુકસાન થયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા કેનાલના નિર્માણ સમયે જ તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો ઉઠી હતી. પાણી આવતા પૂર્વે જ મેઈન કેનાલમાં ઠેર ઠેર તીરાડો અને બાકોરાં પડી ગયા હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા હતા. વિધાનસભામાં સરકારના દાવા મુજબ કેનાલમાં ગાબડા પડવાનું કારણ ઉંદર અને નોળિયાઓ છે. જો કે, આ ઉંદર અને નોળિયાઓ ચાર પગવાળા છે કે કેમ તે અંગે નિગમના જ અધિકારીઓ જ ફોડ પાડી શકે તેમ છે.

Next Story