Connect Gujarat
ગુજરાત

ક્રિકેટકાશી થી જાણીતા જામનગર ની ટિમ જયહિન્દ ટ્રોફી મા ફાઇનલ વિજેતા: કરાયું સન્માન

ક્રિકેટકાશી થી જાણીતા જામનગર ની ટિમ જયહિન્દ ટ્રોફી મા ફાઇનલ વિજેતા: કરાયું સન્માન
X

ક્રિકેટકાશી થી જાણીતા જામનગર ની ટિમ જયહિન્દ ટ્રોફી મા ફાઇનલ વિજેતા થતા જામનગર ક્રિકેટ બંગલા ખાતે ટિમ નું સ્વાગત અને સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યુ હતું જયા ટિમ નું બેન્ડબાજા સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="84017,84018,84019,84020,84021,84022"]

ક્રિકેટકાશી જામનગર નું જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટિમ ભાવનગર સામે ની જયહિન્દ ટ્રોફી મા ફાઇનલ ક્રિકેટ મેચ જીતી જયહિન્દ ટ્રોફી વિજેતા થઇ હતી જે આજરોજ ટિમ નું લાલબંગલા ખાતે ક્રિકેટ એસોસિએશન, ક્રિકેટપ્રેમીઓ અને ટિમ ના ખેલાડીઓ ના પરિવારજનો દ્વારા બેન્ડબાજા સાથે ટિમ નું સ્વાગત કરવામાં આવ્યુ હતું ત્યારબાદ ક્રિકેટબંગલા ખાતે ટિમ નું સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું જામનગર એ ક્રિકેટ જગત ને રણજીતસિંહજી, વિનુ માંકડ, અજય જાડેજા અને હાલ રવિન્દ્ર જાડેજા જેવા અનેક ધુરંધર ક્રિકેટરો આપ્યા છે ત્યારે જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટિમ દ્વારા જયહિન્દ ટ્રોફી જીતી મેચ મા શાનદાર પર્ફોમન્સ આપી જામનગર શહેર ની યશ કલગી મા વધારો કર્યો છે

Next Story