Connect Gujarat
ગુજરાત

ગીરગઢડાના ધોકડવા ગામની સીમમાં રહેતા પરિવારની બાળકી ઉપર દીપડાનો હુમલો

ગીરગઢડાના ધોકડવા ગામની સીમમાં રહેતા પરિવારની બાળકી ઉપર દીપડાનો હુમલો
X

ગીરગઢડાના ધોકડવા ગામની સીમમાં ૧૦ વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે બાળકીનાં પિતાએ દીપડાને ભગાડી દીકરીનો જીવ બચાવી લીધો હતો.

ગીરગઢડા તાલુકાનાં ધોકડવા ગામની સીમમાં રહેતા કિશન નારણભાઈ ખેરમાં ઘેટા બકરા સહિતના પશુધનને નિભાવવા દ્વારકા જિલ્લાના બરડીયા ગામનાં મંગાના પરિવાર સાથે રહે છે. તેઓ રાત્રિનાં સમયે વાડીમાં સુતા હતા. ત્યારે શિકારની શોધમાં ફરતો દીપડો ત્યાં આવી પહોંચતાં માતા-પિતા સાથે સુતેલી સતેલી ૧૦વર્ષની દીકરી ઉપર ત્રાટક્યો હતો. દીપડાએ બાળકીને આગલા પગમાં ન્હોર ભેરવી ઉપાડી જવા કોશિષ કરતાં બાળકીએ બુમાબુમ કરી હતી. જેના પગલે પિતા મંગાભાઈ જાગી જતાં દીપડાનાં પંજામાંથી છોડાવી દીપડાને ભગાડયો હતો. ખેતરમાં રહેલા ઘેટાં બકરામાં પણ એક તબક્કે નાસ-ભાગ થઈ હતી. બાળકીને પગનાં ઘુંટણના ભાગે ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ ગીર વન વિભાગની જશાધાર કચેરીને કરાતા ધોકડવાની સીમમાં પાંજરૂ મુકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી છે.

Next Story