Connect Gujarat
ગુજરાત

ગીરનારખાતે યોજાનાર શિવરાત્રી કુંભમેળાના આયોજન માટે રૂપિયા ૧૫ કરોડ ફાળવતી રાજય સરકાર

ગીરનારખાતે યોજાનાર શિવરાત્રી કુંભમેળાના આયોજન માટે રૂપિયા ૧૫ કરોડ ફાળવતી રાજય સરકાર
X

રાજ્ય સરકારે આગામી શિવરાત્રી દરમ્યાન ૨૭ ફેબ્રુઆરી થી ૪ માર્ચ દરમ્યાન ગીરનાર શિવરાત્રી કુંભ મેળા ના ભવ્ય આયોજન માટે ૧૫ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી આ મેળાના આયોજન અંગેની બેઠક માં તેમણે આ વિગતો આપતા આ વર્ષે મેળો સામાજિક સમરસતાની થીમ સાથે ઉજવાશે એમ મુખ્ય મંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.

એટલું જ નહીં સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગ થી સ્વચ્છતા ઝુંબેશ કુંડો, નદી, નાળાની સફાઈ, મેરેથોન દોડ પર્વતારોહણ સ્પર્ધા, સ્પિરિચ્યુઅલ વોકના નવા આકર્ષણો પણ મેળામાં જોડવામાં આવશેનું તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જુનાગઢના આ મેળાને પ્રયાગરાજમાં યોજાતા કુંભમેળા સમકક્ષ મીની કુંભમેળા તરીકે યોજવાની નેમ સાથે ગુજરાતના અધિકારીઓની એક ટિમ જાત માહિતી માટે ત્યાં મોકલી હતી.આ ટિમના સૂચનો ધ્યાનમાં લઇને ગિરનાર કુંભ મેળો ભવ્ય બનાવવા વિજય ભાઈ રૂપાણીએ આ બેઠકમાં માર્ગ દર્શન આપ્યું હતું. તેમણે એવું સુચન પણ કર્યું કે મેળામાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેમજ સરકારી ભવનો ઉપર કુંભ મેળાને અનુરૂપ ચિત્રો સુશોભન LED લાઇટ્સ હાઈ માસ્ક મુકવામાં આવે. આ મેળાના દિવસો દરમ્યાન ગિરનાર પર્વતની દીવાલ ઉપર લેઝર શો ફૂલો અને કલરની રંગોળી પણ કરવામાં આવશેનું તેમણે જનાવ્યું હતું.

આ કુંભ મેળા માં આવનારા મોટી સંખ્યા ના સંતો માટે સંત સંકલન સમિતિ વિશ્વમ્ભર ભારતી બાપુ અને શેરનાથ બાપુ સાથે પરામર્શમાં રહીને રચવાનું પણ બેઠકમાં નક્કી થયું હતું.આ મેળામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે વધુ સંખ્યામાં બસ ફાળવણી કરવા સાથે આ મેળો ભવ્ય સ્વચ્છ અને આધ્યાત્મિક ભાવનાનું આગવું પ્રતીક બને તેવા આયોજન માટે મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી.

તેમણે દર વર્ષે મેળા માં યોજાતી રવેડી ને બેન્ડ રાસ મંડળીઓ હાથી ઘોડા સાથે વધુ ધામધૂમ પૂર્વક યોજવા વિષયે પણ પ્રેરક સૂચનો કર્યા હતા.આ બેઠક માં યાત્રાધામ વિકાસ રાજ્ય મંત્રી વિભાવરી બહેન દવે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન, અગ્ર સચિવ એમ કે દાસ, વન પ્રવાસન શહેરી વિકાસના અગ્ર સચિવો તેમજ વરિષ્ઠ અધિકારીઓ, જૂનાગઢ મહાપાલિકાના મેયર, કમિશનર, જીલ્લા કલેક્ટર તેમજ પૂજ્ય વિશ્વમ્ભર ભારતી બાપુ, શેરનાથ બાપુ અને અગ્રણીઓ પણ જોડાયા હતા.

Next Story