Connect Gujarat
ગુજરાત

ગુજકેટ પરિક્ષા ને લઇ અસમંજસ ની સ્થિતિ

ગુજકેટ પરિક્ષા ને લઇ અસમંજસ ની સ્થિતિ
X

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ ની પરિક્ષા પૂર્ણ થયા બાદ મેડીકલ,ડેન્ટલ,પેરા મેડીકલમાં પ્રવેશ માટે બી ગ્રુપ નાં વિદ્યાર્થીઓ ની પરિક્ષા લેવામાં આવે છે.

આગામી તારીખ 10મી મે નાં રોજ રાજ્ય ભરમાં ગુજકેટ ની પરિક્ષા લેવાનાર હતી,જે માટે વિદ્યાર્થીઓ એ ઓન લાઈન રજીસ્ટ્રેશન પણ કર્યું હતું,અને વિદ્યાર્થીઓ ને હોલ ટીકીટ નું વિતરણ પણ કરવામાં આવવાનું હતું જે બોર્ડ દ્વારા હાલ પુરતું સ્થગિત રાખવામાં આવું છે.

દેશ ની સર્વોચ અદાલતે મેડીકલ અને ડેન્ટલ માટે હવે જે તે રાજ્ય ની પોતાની સ્ટેટ લેવલની કોમન એન્ટ્રન્સની જગ્યા એ દેશ ભરમાં એકમાત્ર કોમન પ્રવેશ પરિક્ષા રૂપે નીટ આ વર્ષ થી જ લેવાનો આદેશ કર્યો છે.ત્યારે હવે ગુજરાત સરકારે પણ ગુજકેટ લેવી તો કઈ રીતે લેવી તેને લઇ ને ફેર વિચારણા શરૂ કરી છે.

Next Story