Connect Gujarat
ગુજરાત

ગુજરાતની અર્બન થ્રીલર રતનપુરને દર્શકોએ આપ્યો વોમ વેલકમ

ગુજરાતની અર્બન થ્રીલર રતનપુરને દર્શકોએ આપ્યો વોમ વેલકમ
X

ગુજરાતી ફિલ્મ જગતમાં નવો અધ્યાય સર કરી ફિલ્મના કલાકારો કામને ફિલ્મ નિહાળ્યા બાદ દર્શકો વખાણી

અંકલેશ્વરની પ્રો લાઇફ એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ નિર્મિત રતનપુરનો અમદાવાદ ખાતે ગ્રાન્ડ પ્રિમીયર યોજાયા બાદ દર્શકો અને ફિલ્મી વિવેચકો દ્વારા ગુજરાતી ફિલ્મ રેટીગ માં ટોપ સ્ટાર આપ્યા બાદ ગુજરાતભર શુક્રવારના રોજ રીલીઝ કરવામાં આવી છે. જેને દર્શકો ખૂબ પસંદ કરવાની સાથે ગુજરાત ફિલ્મ જગતમાં આવી વધુને વધુ ફિલ્મ નિર્માણ થાય તેવી આશ વ્યક્ત કરી માંગ કરી રહ્યા છે તો સસ્પેન્સ થ્રીલર અને એક્શન થી ભરપૂર ફિલ્મ ને આપવામાં આવેલો રિયલ ટચ લોકોને ખાસ પસંદ પડી છે.

https://youtu.be/KCVhKilnJQg

ફિલ્મના તમામ કલાકારો કામ પોતાના રોલ મુજબ જીવંત કરી ફિલ્મને એકદમ દર્શકો જકડી રાખવા સફળ નીવડી છે. તો પ્રથમ બે દિવસમાં ફિલ્મ ને ઠેર ઠેર રિસ્પોન્સ મળતા ફિલ્મ સફળતાની સાથે સાથે બ્લોકબસ્ટર ફિલ્મ તરફ આગળ વધી રહી છે. ફિલ્મમાં સાઉન્ડ ઇફેક્ટ તેમજ કેમેરા વર્કને ગુજરાતી ફિલ્મ જગતમાં એકદમ આધુનિક ઓપ સાથે એક અલગ મુકામમાં હિન્દી અને સાઉથ ફિલ્મની હરોળ તરફનું નિર્દેશન ફિલ્મ ગુજરાતી ફિલ્મ જગતને નવી દિશા આપી હોવાનું ફિલ્મ જગતના તજજ્ઞોએ મત વ્યક્ત કર્યો છે.

Next Story