Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં પ્રથમવાર ટેલેન્ટેડ ગૃપ દ્વારા ડાન્સ વર્કશોપ અને ‘નો ઓડિશન ડાયરેક્ટ કોમ્પિટીશન’

ગુજરાતમાં પ્રથમવાર ટેલેન્ટેડ ગૃપ દ્વારા ડાન્સ વર્કશોપ અને ‘નો ઓડિશન ડાયરેક્ટ કોમ્પિટીશન’
X

ગુજરાતમાં સૌપ્રથમવાર અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા કિંગ્સ યુનાઇટેડ ઇન્ડિયા દ્વારા ડાન્સ વર્કશોપ કરવામાં આવશે. જેનું આયોજન વર્સેટાઇલ પ્લસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તે સાથે વર્સેટાઇલ પ્લસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા રાજ્યમાં પ્રથમવાર ‘નો ઓડિશન ડાયરેક્ટ કોમ્પિટીશન’નું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ વર્કશોપમાં કિંગ્સ યુનાઇટેડ ઇન્ડિયાના ફિક્શિયસ ડાન્સ ગૃપ દ્વારા ડાન્સના વિવિધ સ્ટેપ્સ શીખવવામાં આવશે. કિંગ યુનાઇટેડ ઇન્ડિયાની સ્ટોરી પરથી ફિલ્મ 'એબીસીડી ટુ' બનાવવામાં આવી છે. કિંગ્સ યુનાઇટેડ ઇન્ડિયાના સુરેશ મુકુંદ એબીસીડી ટુના કોરિયોગ્રાફર છે. તેમજ તેમના ગૃપે વર્લ્ડ હિપહોપ ડાન્સ ચેમ્પિયનશીપ યુએસએ 2015માં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો અને વિશ્વના 3 ડાન્સ ક્રુ હેઠળ તેમની ગણના કરવામાં આવે છે.

ahm

આ વર્કશોપમાં માત્ર 2000 રૂપિયાની ફીમાં ડાન્સના વિવિધ પ્રકાર શીખવા સાથે VPE સર્ટીફિકેટ પણ આપવામાં આવશે. ફિક્શિયસના બે ટેલેન્ટેડ ડાન્સર મોહન પાંડે અને પ્રેમ ભંવર દ્વારા 24મે, 25મે અને 26મેના રોજ ડાન્સ સ્ટેપ શીખવાડવામાં આવશે.

28મે અને 29મેના રોજ ગુજરાતમાં સૌપ્રથમવાર અમદાવાદમાં કાશીરામ અગ્રવાલ હોલ ખાતે ‘નો ઓડિશન ડાયરેક્ટ કોમ્પિટીશન’નું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડ્યુએટ, સોલો અને ગૃપ ત્રણેય કેટેગરીમાં ભાગ લઇ શકાશે. આ કોમ્પિટીશન વર્સેટાઇલ પ્લસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા આયોજીત કરવામાં આવી છે.

કોમ્પિટીશનમાં વિજેતાને ટ્રોફી સહિત 15,000થી માંડીને 2100 સુધીના રોકડ ઇનામ તેમજ દરેક સ્પર્ધકને સર્ટીફિકેટ આપવામાં આવશે.

કોમ્પિટીશનમાં જજ તરીકે કલરવ દવે અને ડીઆઈઇડી મોમ-2 ચેમ્પિયનશીપના વિજેતા સ્વતાબ્દી સરકાર રહેશે. કિંગ્સ યુનાઇટેડ ઇન્ડિયાના સુરેશ મુકુંદ 29મી મેના રોજ ખાસ મહેમાન તરીકે હાજરી આપશે.

Next Story