Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં સૌપ્રથમવાર મહિલાઓ પણ ઉઠાવશે મહત્વની જવાબદારી

ગુજરાતમાં સૌપ્રથમવાર મહિલાઓ પણ ઉઠાવશે મહત્વની જવાબદારી
X

ગુજરાતમાં સૌપ્રથમવાર NDRFમાં મહિલાઓ પોતાની ભૂમિકા અદા કરતી જોવા મળશે

૨૧મી સદીમાં મહિલાઓ પુરૂષ સમોવડી બની ગઈ છે. યુદ્ધ વિમાન ઉડાવવાની વાત હોય કે આકરી ટ્રેનિંગ બાદ કમાન્ડોની. મહિલાઓ ખભે ખભા મિલાવીને દરેક ક્ષેત્રે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હવે આવી જ કંઈક જવાબદારી મહિલાઓ NDRFમાં અદા કરવા જઈ રહી છે.

અત્યાર સુધી NDRFમાં પાત્ર પુરૂષો જ ફરજ બજાવે છે, પરંતુ મુશ્કેલીના સમયે લોકોની જીંદગી બચાવવાની અભુતપૂર્વ કામગીરીમાં હવે મહિલાઓ પણ જોડાશે.

હાલમાં NDRFમાં માત્ર પુરૂષ જવાનો સેવા આપે છે. પરંતુ પાણીના પૂર કે અન્ય આપત્તિના સમયે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મહિલા અને બાળકોને બચાવવા પુરુષ જવાનોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. માટે હવે આ જવાબદારી મહિલાઓ પોતાના ખભે ઉઠાવશે. વ્યવસાય બાદ સેવાકીય પ્રવૃતિમાં મહિલાઓની આગેકૂચ કરવા જઈ રહી છે. અત્યાધુનિક સાધનોથી મહિલા NDRF ટીમ સજ્જ ફરજ બજાવવા તૈયાર છે.

હાલ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી પૂરની સ્થિતિ છે. ત્યારે વડોદરા NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ગુજરાતમાં સૌપ્રથમવાર NDRFમાં મહિલાઓ પોતાની ભૂમિકા અદા કરતી જોવા મળશે. આમ હવે મહિલા NDRFથી માનવતા મહેકી ઉઠશે.

Next Story