Connect Gujarat
લાઇફસ્ટાઇલ

ગુજરાતી ફિલ્મ "ચાલ જીવી લઇએ.."ની ગ્રાન્ડ સક્સેસ પાર્ટી યોજાઈ : ફિલ્મી સિતારાઓનો મેળાવડો જામ્યો.

ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઇએ..ની ગ્રાન્ડ સક્સેસ પાર્ટી યોજાઈ : ફિલ્મી સિતારાઓનો મેળાવડો જામ્યો.
X

કોકોનટ મોશન પિક્ચર્સ ‌‌દ્વારા નિર્મિત અને ગુજરાતના સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહી પટેલ અભિનીત રોડ- ટ્રીપ આધારિત ફિલ્મ 'ચાલ જીવ લઇયે' ની ભવ્ય સફળતા ને પગલે મુંબઇ ખાતે ફિલ્મની સક્સેસ પાર્ટી યોજાઈ હતી.જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ થી લઈને બોલિવૂડના નામાંકિત કલાકારો હજાર રહ્યા હતા.

કોકોનટ મોશન પિક્ચર્સ અગાઉ 'બેસ્ટ ઓફ લક લાલુ ' અને 'મિડનાઈટ વિથ મેન્કા' જેવી સફળ ગુજરાતી ફિલ્મો દર્શકો ને આપી ચૂક્યું છે. પ્રખ્યાત ડાયરેક્ટર "વિપુલ મહેતા"ના ડાયરેક્શન સાથે પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર ડ્યૂઓ "સચિન-જિગર" દ્વારા ફિલ્મ નું સંગીતે પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. જેના પગલે "ચાલ જીવી લઈએ" એ ૫૦ કરોડની કમાણી કરનારી ફિલ્મ બની છે.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="90801,90802,90803,90804,90805,90806,90807,90808,90809,90810"]

મુંબઇની સહારા સ્ટાર હોટેલ ખાતે ફિલ્મની ગ્રાન્ડ સક્સેસ પાર્ટી યોજાઈ હતી.જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ સુપરસ્ટાર સિદ્ધાર્થ રાંદેરીયા, યશ સોની તથા આરોહી પટેલ , ડિરેક્ટર વિપુલ મેહતા તથા ફિલ્મ ના નિર્માતા રશ્મિન મજીઠિયા ઉપરાંત બોલિવુડ ના કલાકારો "શ્રેયસ તલપડે, રોનીત રોય, જાવેદ જાફરી, અરુણા ઈરાની, સંગીતકાર સચિન-જીગર તથા ટેલિવિઝન ના પ્રખ્યાત કલાકાર દિલીપ જોશી (જેઠાલાલ) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.

ફિલ્મના નિર્માતા, રશ્મિન મજીથિયા એ.જણાવ્યું જતું કે, "આ ફિલ્મ એ મનોરંજન, રમૂજ અને રોમાંસનું સંપૂર્ણ પેકેજ છે અને પ્રેક્ષકો એ અમારી ફિલ્મ ને વખાણી જે પ્રતિસાદ આપ્યો છે એ અભૂતપૂર્વ છે.અને ભવિષ્ય માં પણ અમે અમારા બનેર હેઠળ દર્શકો ને સારી ફિલ્મો પહોચાડવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશું.

અભિનેતા સિદ્ધાર્થ રાંદેરીયા એ જણાવ્યું હતું કે, ચાલ જીવી લઈએ ફિલ્મ ની સફળતા એ સાબિત કરી દીધું છે કે લોકો ને સારી ફિલ્મો જોવામાં રસ છે.

Next Story