Connect Gujarat
ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગ નાં આર્થિક નબળા વર્ગો માટે ભરતી ની પ્રક્રિયા લંબાવાઈ

ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગ નાં આર્થિક નબળા  વર્ગો માટે ભરતી ની પ્રક્રિયા લંબાવાઈ
X

ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટી વિભાગે બિન અનામત વર્ગ ના આર્થિક રીતે નબળા વર્ગો માટે નોકરીઓમાં 10 ટકા જગ્યા ઓ અનામત રાખવા બાબતે ભરતી સંબંધિત સુચના પરિપત્રિત કરવામાં આવી છે.

તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગ નાં આર્થિક રીતે પછાત વર્ગો માટે 10 ટકા અનામત ની જાહેરાત કરી હતી,અને તેનો અમલ 1લી મે ના રોજ થી થયો છે.જોકે ગુજરાત જાહેર સેવા આયોગ, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળથી લઈને રાજ્ય સરકારના વિભાગોની કચેરીઓ દ્વારા થઈ રહેલી સીધી ભરતીઓ માટે ના અરજી પત્રો ભરવામાં આવી રહ્યા હતા.જેમાં સરકારી નોકરીઓ માટે અરજી ફોર્મ ભરવાની મુદતમાં એક મહિનો વધારો કરવા પાછળ EBC ઉમેદવારોને આવક અંગેનું ક્રિમિલેયર પ્રમાણપત્ર મેળવી શકે અને અરજી કરવાની તક ઉપલબ્ધ બને તેના માટે ભરતી ની પ્રક્રિયા એક મહિનો લંબાવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Next Story