Connect Gujarat
ગુજરાત

ગુજરાત CM વિજય રૂપાણી દ્વારા ખંડેરી સ્ટેડિયમ ખાતે મેચનો આરંભ

ગુજરાત CM વિજય રૂપાણી દ્વારા ખંડેરી સ્ટેડિયમ ખાતે મેચનો આરંભ
X

ગુજરાતના રાજકોટમાં આવેલ ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજથી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર 5 ટેસ્ટ મેચોની સિરીઝ ની પ્રથમ મેચ રમાવા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખંઢેરી સ્ટેડિયમ પર આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત ગુજરાતનું પરંપરાગત નૃત્ય એવા ગરબાથી કરવામાં આવ્યું હતું.

img-20161109-wa0016

પછી રૂપાણી દ્વારા લીલી ઝંડી આપ્યા બાદ મેચની શરૂઆત શરૂ કરવામાં આવી હતી. આ સિવાય BCCI ના અધ્યક્ષ અનુરાગ ઠાકુર, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને અન્ય વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા અને મેચની મજા માણી હતી.img-20161109-wa0018

ત્યારબાદ સીએમ વિજય રૂપાણી રાજકોટ ના સોખડા ગામે પહોંચ્યા હતા અને અકસ્માતમાં મૃત્યુ પામેલ 15 વ્યક્તિઓના પરિવાર જનોની મુલાકાત લીધી હતી અને બનેલ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું આ સાથે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયના રૂપમાં રૂપિયા 4 લાખના ચેક આપ્યા હતા.

img-20161109-wa0021

Next Story