Connect Gujarat
ગુજરાત

ગોધરા : મૌલાના આઝાદ પ્રાથમિક શાળામાં ચંદ્રયાન 2 મિશન ની વિસ્તૃત માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો

ગોધરા : મૌલાના આઝાદ પ્રાથમિક શાળામાં ચંદ્રયાન 2 મિશન ની વિસ્તૃત માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
X

ભારતની વિજ્ઞાન ક્ષેત્રે વધુ એક યશકલગી સમાન ચંદ્રયાન 2 મિશનના સફળતાપૂર્વક લોન્ચિંગ કાર્યક્રમ બાદ તે અંગેની વિસ્તૃત માહિતી આપવાનો કાર્યક્રમ આજે ગોધરાની મૌલાના આઝાદ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનો મૂળ હેતુ શાળાના બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રુચિ વધે અને વૈજ્ઞાનિક બાબતોમાં જિજ્ઞાસા ઉત્તપન્ન થાય, જેથી બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી દેશના હિતમાં વૈજ્ઞાનિક ક્ષેત્રે પોતાનો હરણ ફાળો આપી શકે. સાથે જ ભારતની વૈજ્ઞાનિક સંસ્થા ઈસરો દ્વારા કરવામાં આવેલ આ ગૌરવવંતી પહેલને લઈ શાળાના બાળકોમાં દેશદાઝ કેળવાય તેવા પ્રયત્નો કરવાનો ઉદ્દેશ્ય હતો.

જેમાં શાળાના આચાર્ય ફેસલ સુજેલા અને વિજ્ઞાન શિક્ષક સૂફીયાન દાવલા તેમજ સહાયક શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરી ભારતના ગર્વ સમાન આ મિશન અંગે વૈજ્ઞાનિક અને ટેકનીકલ માહિતી તથા ચંદ્રયાન વિશે જાણવા જેવી માહિતીને વિવિધ ચિત્રો અને ચાર્ટ દ્વારા ના શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી હતી.

Next Story