Connect Gujarat
દેશ

ઘોડે સવારીમાં કાઠુ કાઢનારી ભારતની પ્રથમ મહિલા રૂપાસિંગ.

ઘોડે સવારીમાં કાઠુ કાઢનારી ભારતની પ્રથમ મહિલા રૂપાસિંગ.
X

ઘોડે સવારી ની રેસ સામાન્ય રીતે પુરુષોની રમત માનવામાં આવે છે.પરંતુ ભારતની 33 વર્ષિય રૂપાસિંગે ઉટીમાં યોજાયેલી ઘોડેસવારીની ચેમ્પિયનશીપ જીતીને આ માન્યતાને ખોટી સાબિત કરી છે.

આ સાથે જ તે પહેલી ભારતીય મહિલા બની છે જેણે ઘોડે સવારીમાં ચેમ્પિયનશીપ હાંસલ કરી હોય.આ જીત રૂપાસિંગની પ્રથમ જીત નથી.અત્યાર સુધી રૂપા 720 રેસ અને 7 ચેમ્પિયનશીપ જીતી ચૂકી છે.

માત્ર 4 વર્ષની ઉંમરથી ઘોડેસવારીની શરૂઆત કરનાર રૂપાને આ સ્થાને પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા રૂપાએ મીડિયાને જણાવ્યું હતું કે ટ્રેનરોને પણ મારી ક્ષમતા પર વિશ્વાસ નહોતો. કારણકે ઘોડેસવારી માટે ખૂબ જ સ્ટેમિના અને શારિરીક તાકાતની જરૂર હોય છે.

જે પુરુષોની સરખામણીએ મહિલાઓમાં ઓછી હોય છે. રૂપાએ વધુમાં કહ્યું હતું કે ઘોડાને કાબુમાં રાખવા માટે ખૂબ જ તાકાતની જરૂર પડે છે. આ ઉપરાંત તેણે કઠણ પરિશ્રમ થકી આ સિદ્ધિ હાંસલ કરી હોવાનું જણાવીને પોતાની ક્ષમતા પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

Next Story