Connect Gujarat
ટેકનોલોજી

ચિપ આધારિત ઈ-પાસપોર્ટ વહેલી તકે ઈશ્યુ કરાશે

ચિપ આધારિત ઈ-પાસપોર્ટ વહેલી તકે ઈશ્યુ કરાશે
X

દેશમાં હવે ટૂંક જ સમયમાં વધારે સુરક્ષિતવાળા ચિપ આધારિત પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવશે, જેમાં સરકારે ચિપવાળા પાસપોર્ટ રજૂ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંહે જણાવ્યુ હતુ કે નાસિક સ્થિત ઇન્ડિયા સિક્યુરિટી પ્રેસ ( આઇએસપી ) ને કોન્ટેક્ટલેસ ઇનલેજ અને તેની ઓપરેટિંગ સિસ્ટમ ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડર જારી કરવા માટે જવબદારી સોંપવામાં આવી છે, અને પાસપોર્ટ માટે અરજી કરનાર વ્યક્તિની તમામ વ્યકિતગત જાણકારી આ ચિપમાં સ્ટોર કરવામાં આવશે.

ઈ-પાસપોર્ટ ઈશ્યુ થયા બાદ નકલી પાસપોર્ટની ઘટના ઓ ને ડામી શકાશે તેવો આશાવાદ પણ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

Next Story