Connect Gujarat
ગુજરાત

ચૂંટણી પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયો ખોટી ચલણી નોટોનો પર્દાફાશ..!

ચૂંટણી પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાયો ખોટી ચલણી નોટોનો પર્દાફાશ..!
X

  • શહેરની અલગ અલગ બેંકોમાં 2762 નકલી નોટો જમા કરાવવામાં આવી

  • કુલ 8.82 લાખની ડુપ્લીકેટ નોટો બેંકોમાં ઘૂસાડવાનો પર્દાફાશ થયો છે.

આ ઘટનામાં કેટલીક રદ્દ થયેલી ચલણી નોટો પણ શહેરની બેંકોમાં જમા કરાવવામાં આવી છે. ત્યારબાદ તમામ બેંકોમાં આવેલી ખોટી ચલણી નોટો પોલીસ દ્વારા કબજે કરાઇ છે.શહેરોની બેંકોમાં સૌથી મોટા કાવતરાનો પર્દાશ થતા SOG ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી તપાસ આરંભી છે. શહેરોની બેંકોમાં છેલ્લા ત્રણ મહિનામાં આ નોટો જમા કરાવવામાં આવી છે.

જમા કરાવવામાં આવેલી નોટોમાં બે હજારના દરની 197, 500ના દરની 247, 200ના દરની 127, 100ના દરની 1799, 50ના દરની 137, 20ના દરની 5 અને 10ના દરની 1 નોટ જમા કરાવવામાં આવી છે. આ ઘટનામાં કેટલીક રદ્દ થયેલી નોટો પણ પોલીસને મળી આવી છે. આ ઘટના બાદ SOG ક્રાઇમ દ્વારા શહેરની પ્રાઇવેટ અને સરકારી બેંકોમાં પણ નકલી નોટો વિશે તપાસ કરાવવામાં આવી છે. પોલીસે આ કૌભાંડમાં ભારતીય અર્થતંત્રને તોડી પાડવાનો ગુનો દાખલ કરાયો છે. કબ્જે થયેલી નોટો આગામી સમયમાં એફ.એલ.માં પણ મોકલવામાં આવશે અને તેની સાયન્ટિફિક તપાસ પણ કરવામાં આવશે.

Next Story