Connect Gujarat
ગુજરાત

ચૈત્રી નવરાત્રીનું અનોખું મહત્વ

ચૈત્રી નવરાત્રીનું અનોખું મહત્વ
X

ચૈત્રી નવરાત્રીના ખાસ યોગ, નવ માંથી પાંચ દિવસ છે વિશેષ લાભદાયી

રવિવારે 18 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીનું હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. આ વખતે ચૈત્રી નવરાત્રીએ ઘણા શુભ છે. નવમાંથી પાંચ દિવસ અતિશુભ અને લાભદાયી યોગ છે. જેમાં સર્વાર્થસિદ્ધિયોગ અને ત્રિપુષ્કર જેવા લાભકારી યોગનો સમાવેશ થાય છે.

ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ગુડીપડવા અને પ્રથમ નોરતું આવે છે. આ શુભ દિવસે ખરીદાયેલી સંપત્તિ શુભ બની રહે છે. 22 અને 23 માર્ચે મકાન-મિલકત ખરીદવા માટે શુભમુહૂર્ત છે.

જ્યોતિષશાસ્ત્રીઓ મુજબ, રવિવારે પ્રાંરભ થતી નવરાત્રીને કારણે આ વર્ષનો રાજા સૂર્ય છે. કન્યા લગ્નમાં નવરાત્રી અને નવવર્ષનું પ્રારંભ થવું શુભ સંકેત છે. 18, 20 અને 21 માર્ચે સર્વાર્થસિદ્ધિ અતિશુભ યોગ બને છે. આ દિવસે ખરીદેલી સ્થાયી સંપત્તિ તમામ મનોકામના પૂર્ણ કરશે. 24 માર્ચે અતિશુભકારક ત્રિપુષ્કર યોગ સર્જાય છે. આ દિવસે જે કામ કરવામાં આવે તેનું ત્રણ ગણું ફળ મળે છે. 19, 23 અને 25 માર્ચે શુભ દિવસો છે.

18 માર્ચે વાહન ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે. ચંદ્ર મીન રાશિ, સ્વામી ગુરુ નક્ષત્ર ભાદ્રાપ્રદ, સ્વામી શનિ લગ્નેશ, શુક્ર લાભ સ્થાપનમાં સૂર્ય લાભ સ્થાનમાં છે. મુહૂર્ત કુંડળીમાં લાભસ્થાનમાં ચંદ્રની હાજરી ચતુર્થ ગ્રહોનું સંપુટ લાભ ભાવ પર છે. આવા મુહૂર્તમાં વાહન ખરીદવાના નજીકના સમયમાં નવું મકાન, વાહન તથા વાહનની લોન ભરપાઈ થાય. રવિવાર હોવાથી આ દિવસે વાહનોનું વધુ વેચાણ થશે. કમુર્તાં ચાલતા હોવા છતાં નવરાત્રીમાં વાહનોની ખરીદી ફળદાયી છે.

રવિવારે સવારે 8.25થી બપોરે 12.29 સુધીના મુહૂર્તો ઘટ સ્થાપન માટે અતિ શુભ છે. 8.25થી 9.55 ચલ, 9.55થી 11.24 લાભ અને 11.24થી 12.39 અમૃત ચોઘડિયું છે. ઘટસ્થાપન પૂર્વ દિશા બાજુ કરવું. ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન, સવા રૂપિયો, માતાજીનો ફોટો, સફેદ કે લાલ કપડા પર મૂકીને સ્થાપન કરવું જોઈએ.

Next Story