Connect Gujarat
ગુજરાત

છેલ્લા ત્રણ વર્ષથી ગુમ થયેલ માતા-પુત્રીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતી મહિસાગર જિલ્લા એલ.સી.બી.પોલીસ

છેલ્લા ત્રણ વર્ષથી ગુમ થયેલ માતા-પુત્રીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતી મહિસાગર જિલ્લા એલ.સી.બી.પોલીસ
X

પોલીસ તંત્ર હંમેશા રાઉન્ડ ધ કલોક કાયદો અને વ્યવસ્થા તંત્રને સંભાળવાની ફરજો બજાવે છે. એમાં પણ હંમેશા પ્રજાજનોના સાર્વત્રિક હિતો અને હક્કોના રક્ષણ માટેની સેવાભાવો સમાયેલ હોય છે, આમ છતા પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર ઉપર વિશ્વાસની ભાવનાઓના બદલે અવિશ્વાસની ચર્ચાઓ વધારે સાંભળવા મળે છે ! પરંતુ પોલીસ તંત્ર આ ચર્ચાઓ વચ્ચે પણ ક્યારેક એવી ફરજ બજાવે છે. આ હંમેશના માટે યાદગાર બની જતી હોય છે, ક્યાંક આવા જ એક કિસ્સામાં મહિસાગર જિલ્લા પોલીસ તંત્રના એલ.સી.બી. શાખાએ ત્રણ વર્ષથી ગુમ થઈ જનાર માતા - પુત્રીનું પરીવાર સાથે મિલન કરાવતા સર્જાયેલા આ સમયના ભાવવિભોર દ્રશ્યોમાં પોલીસ તંત્ર એટલે ખાખી વર્દીધારી નહીં બલ્કે સાક્ષાત ભગવાન હોવાનો આભાર ત્રણ વર્ષો બાદ એક થયેલા પરીવારના સભ્યોએ હર્ષના આંસૂઓ સાથે વ્યક્ત કર્યો હતો .

મહીસાગર પોલીસ તંત્રની માનવતાને સાદ દેતા આ હૃદય સોસરવા ઘટનાક્રમમાં ગુજરાત પોલીસ વડાના ગુમ તથા અપહરણકર્તાઓને શોધી કાઢવા માટે એક અલાયદી ટીમ દ્વારા અભિયાન હાથ ધરવાની સૂચનાના આધારે મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ પ્રમાણે એલસીબી શાખા દ્વારા ગુમ તથા અપહરણકર્તાઓને શોધવા માટે પી.આઈ.વી.સી.સોલંકી અને પીએસઆઈ.એમ.વી.ભગોરા, હેડ કોન્સ.અમરસીંહ માનસીંહ તથા રાજેશભાઈ કોદરભાઈની સંયુક્ત ટીમ દ્વારા સવિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. આ દરમ્યાન એલ.સી.બી. શાખાના પી.એસ.આઈ. એચ.એન.પટેલને જાણવા મળ્યું હતુ કે એક માતા અને પુત્રી છેલ્લા ત્રણ વર્ષોથી પરિવારથી વિખુટા પડીને રાણપુર ગામના લાલાભાઈ કાંતીભાઈ ઢોલીના ઘરે આશરો લઈને રહેતા હોવાના સંદેશા સાથે પી.એસ.આઈ.એચ.એન.પટેલ રાણપુર ગામમાં પહોંચી જઈને માતા અને પુત્રીની તસ્વીરોને પોકેટકોપ મોબાઈલમાં સર્ચ કરતા બાલાશિનોર પોલીસ સ્ટેશનમાં ૩૯/૨૦૧૬ થી જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.

આ ફરીયાદમાં ગુમ થનાર અમરતબેન ઉર્ફે મુની અભેસીંહ ચૌહાણ રહે.ખાડીવાવ અને જાગૃતિ ઉર્ફે લક્ષ્મી આજ હોવાનું શોધીને મહિલા પોલીસ કોન્ટેબલ શીલાબેન કલસીંગભાઈને સાથે રાખીને ત્રણ વર્ષથી ગુમ થનાર આ માતા - પુત્રીના પરીવાર સાથે મિલન કરાવવા માટે બાલાશિનોર પોલીસના સંપર્કથી સફળ કામગીરી બજાવવામાં આવી હતી.

Next Story