Connect Gujarat
ગુજરાત

છોટાઉદેપુર નજીક કાર-ટેન્કર વચ્ચે અકસ્માત, 3 બાળક સહિત 7નાં મોત

છોટાઉદેપુર નજીક કાર-ટેન્કર વચ્ચે અકસ્માત, 3 બાળક સહિત 7નાં મોત
X

મધ્યપ્રદેશથી સારવાર માટે વડોદરા આવી રહેલાં પરિવારને રસ્તામાં જ કાળ ભરખી ગયો.

છોટાઉદેપુર નજીક આવેલા રંગપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 બાળકો સહિત 7 લોકોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. મધ્ય્પ્રદેશના કુક્ષી તાલુકાનો પરિવાર કારમાં આજે સવારે વડોદરા હોસ્પિટલમાં સારવાર માટે નિકળ્યો હતો. તેમની કાર છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પાસે પહોંચી ત્યારે સામેથી આવી રહેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત લોકોનાં સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. મૃતકોમાં એક જ પરિવારના પાંચ લોકોનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ બાળક, બે મહિલા અને બે પુરૂષ હોવાનું જાણવા મળ્યુ છે. તમામ મૃતદેહોને છોટાઉદેપુરની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

Next Story