Connect Gujarat
ગુજરાત

જળસંચય અભિયાન અન્વયે નિરીક્ષણ કરતાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ

જળસંચય અભિયાન અન્વયે નિરીક્ષણ કરતાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ
X

જળસંચય અભિયાન હેઠળ ચાલતા કામોને ગંભીરતાથી લઇ સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે જોવાની તાકીદ - મંત્રી ઇશ્વરસિંહ પટેલ

સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે આજે તેમના નેત્રંગ અને વાલીયા તાલુકાના પ્રવાસ દરમિયાન નેત્રંગ તાલુકાના ચાસવડ, રાજવાડી, નાના જાંબુડા, બીલોઠી, બલદેવા, સાકવા અને વાલીયા તાલુકાના ડણસોલી, ચંદેરીયા અને કરા ગામોએ સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તળાવ ઉંડા કરવાના, ચેકડેમના, વન તલાવડીના કામોની મુલાકાત લઇ સ્થળ પર ચાલી રહેલી કામગીરીનું પ્રત્યક્ષ અને રસપૂર્વક નિરીક્ષણ કરીને તે અંગેની જાત માહિતી મેળવી હતી. મંત્રીએ આ પ્રસંગે સ્વયં જે.સી.બી. ચલાવીને શ્રમદાન કર્યું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="49399,49400,49401,49402,49403"]

મંત્રીની વિવિધ ગામોની મુલાકાત દરમિયાન ગ્રામજનોને પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, ગામ તળાવ ઉંડા થવાથી પશુધનને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાશે ઉપરાંત ગામના બોર રીચાર્જ થવાથી ગામને પણ પીવાનું પાણી મળશે. તેમણે તળાવ ઉંડા કરવાનું, ચેકડેમ, કેનાલો અને કાંસની સફાઇ જેવા જળસંચય અભિયાન હેઠળ ચાલતા વિવિધ કામોને ગંભીરતાથી લઇને સમયસર અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે જાવાની તાકીદ કરી હતી. મંત્રીની આ મુલાકાત દરમ્યાન જિલ્લા આગેવાન યોગેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, હાર્દિકભાઇ તથા સબંધિત અધિકારીઅો, જે તે ગામના સરપંચો તથા ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Next Story