Connect Gujarat

જાણો અભય પદ પ્રદાન કરનાર "મા કાલરાત્રી"ની આરાધનાનું માહાત્મ્ય

જાણો અભય પદ પ્રદાન કરનાર મા કાલરાત્રીની આરાધનાનું માહાત્મ્ય
X

મા આધશક્તિની આરાધનાનો આજે સાતમો દિવસ છે. નવરાત્રી માહાત્મ્ય શ્રેણીમાં શાસ્ત્રી અસિતભાઈ જાનીએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં "મા કાલરાત્રી" ની પૂજન વિધિ અંગે રસપ્રદ માહિતી જણાવી હતી.

કેવુ છે મા કાલરાત્રીનું સ્વરૂપ :

શારદિય નવરાત્રીનાં સાતમા નોરતે મા નવદુર્ગાના સાતમા સ્વરૂપે કાલરાત્રીની પુજા અર્ચના કરવામાં આવે છે. કાલરાત્રી માતાનો વર્ણ ઘેરો અંધકાર સમાન કાળો છે. માતાના કેસ લાંબા અને છુટ્ટા છે ગળામાં વિજળી સમાન ચમકવાળી માળા ધારણ કરેલ છે. તેમના ત્રણ નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે. કાલરાત્રી દેવી માંથી વિજળી સમાન ચમકતા કિરણોની ક્રાંતિ બહાર તેજ પ્રકાશ ફેલાવે છે.

સાતમાં દિવસે સાધક ક્યા ચક્રમાં પોતાનુ મન કરે છે સ્થિર :

કાલરાત્રી દેવીની સાધનામાં સાધક પોતાનું મન સહસ્ત્રાર ચક્રમાં સ્થિર કરે છે. તેનાથી સાધકને સાક્ષાત્કાર થાય છે તેમજ પુણ્યની પ્રાપ્તી પણ કરે છે. જેથી તેના તમામ પાપો અને વિધ્નો નાશ પામે છે. તે ભક્તને અક્ષય પુણ્યલોકની પ્રાપ્તી થાય છે. કાલરાત્રી દેવીનાં નાસિકા માંથી શ્વાસ નિશ્વાસ માંથી અગ્નીની ભયંકર જવાળા નીકળે છે. તેમનું વાહન ગદર્ભ છે. તેમનો એક હાથ વરદ મુદ્રામાં છે. બિજો હાથ અભય મુદ્રામાં છે. જ્યારે ત્રીજા હાથમાં લોઢાનું કાંટાળુ આયુધ છે. તો ચોથા હાથમાં ખડગ ધારણ કરેલ છે. મા કાલરાત્રીનું સ્વરૂપ દર્શનમાં અત્યંત ભયભીત કરનારૂ છે. પરંતુ તે દર્શન સાધકને સદાય સુખ આપનારૂ તેમજ શુભ ફળ પ્રદાન કરનારૂ છે. તે કારણે કાલરાત્રી દેવીનુ બિજુ નામ સુભકારી દેવી તરીકે પણ જાણીતુ છે.

કાલરાત્રી દેવીની ઉપાસના થી શેની થાય છે પ્રાપ્તી :

કાલરાત્રી દેવી દુષ્ટોના નાશ કરવાવાળી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભુત, પ્રેત વગેરે દેવીના સ્મરણ માત્રથી ભયભીત થઈ જાય છે. જે મનુષ્ય કાલરાત્રી દેવીની પુજા કરે છે. તે ગ્રહ બાધા માંથી મુક્ત થાય છે. તે મનુષ્યને અગ્નીનો ભય, જલ ભય, પશુઓ કે પ્રાણીનો ભય તેમજ શત્રુ ભય સતાવતો નથી. દેવી કૃપાથી ભક્તને અભય પદ પ્રાપ્ત થાય છે. મા કાલરાત્રીનું સ્વરૂપ વિગ્રહને પોતાના હૃદયમાં ધારણ કરીને જે મનુષ્ય એકચીત્ત ભાવથી દેવીની ઉપાસના કરે છે અને યમ નિયમ સંયમનો સંપુર્ણ પાલન કરે છે. મન વચન શરીરથી પવિત્રતા ધારણ કરે છે. દેવીનુ સ્મરણ ધ્યાન અને પુજા કરે છે. તે મનુષ્ય ઈચ્છિત ફળને પ્રાપ્ત કરે છે. નવરાત્રીમાં સાતમાં નોરતે કાલરાત્રી દેવીનું આરાધના કરવાનું વિધાન છે. તેમની પુજા કરવાથી ભક્તના બઘા જ પાપો નાશ પામે છે. તેમના પુણ્યનો ઉદય થાય છે. તો સાથો સાથ ભક્તનુ તેજ બળ વધે છે.

મા કાલરાત્રીના ધ્યાન શ્લોક બીજ મંત્રનુ વર્ણન પ્રમાણે છે :

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता।

लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्त शरीरिणी॥

वामपादोल्लसल्लोह लताकण्टकभूषणा।

वर्धन मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

નીચે દર્શાવેલ મંત્રની નવ માળા કરવી :

ॐ ऐं ह्रीं क्लिं कालरात्रै नमः॥

નૈવેધ તરીકે શું ભોગ ધરાવવો :

બ્રાહ્મણને આમંત્રણ આપી કાલરાત્રી દેવીનું પુજન કરાવવુ તેમજ ભક્તોએ બિજ મંત્રના જપ કરવા તેમજ ચંડિપાઠ કરાવવો. કાલરાત્રી દેવીના પુજનમાં નૈવેધમાં ગોળનો ભોગ જે ભક્ત અર્પણ કરી તેને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે. તે ભક્તના આકસ્મિક આવતા સંકટો માંથી મા કાલરાત્રી રક્ષા કરે છે. કાલરાત્રી માતાનું મંદિર બિહારના ડુમરી ગામ (સારણ ગામ)માં આવેલ છે. તેમજ વારાણસીના કાલિકા ઘાટ પાસે કાલિકા ગલીમાં બીજુ મંદિર પણ આવેલુ છે.

Next Story