Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) – તમારા શરીરને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ લેવો જઈએ અન્યથા થાક તમારામાં નિરાશવાદ પેદા કરી શકે છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. તમને ધિક્કારનારાઓ આજે કામના સ્થળે તમને વધુ પજવતા હોય એવું લાગશે, જે તમારી આક્રમકતા ઓર વધારશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા વરિષ્ઠો આજે તમારી સાથે વધુ પડતું સખત વલણ અપનાવી રહ્યાનું તમને લાગશે કેમ કે તમે તમારા ફોર્મમાં નથી.

વૃષભ (બ,વ,ઉ) - પરિવારના તબીબી ખર્ચમાં વધરાની શક્યતા નકારી શકાય નહીં. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે. વળી, આ લતમાંથી છૂટવા માટે આ સમય યોગ્ય પણ છે. યાદ રાખો લોઢું ગરમ હોય ત્યારે જ આપણે ઘા કરવો જોઈએ. તમારા પ્રિયપાત્રના મિજાજમાં અણધાર્યા તાનપલટા આજે વધશે. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારૂં લગ્નજીવન આજે મુશ્કેલ સમયમાંથી પસાર થશે.

મિથુન (ક,છ,ઘ) – આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. વર્ચસ્વ જમાવવાનો અથવા કોઈક મુશ્કેલી ઊભી કરે એવી બાબતો શરૂ કરવાનો આ દિવસ નથી. તમારૂં પ્રિયપાત્ર આજે મુશ્કેલ મૂડમાં હશે. તમારૂં કઠોર વર્તન ટાળો, કેમ કે આ બાબત તમારી સારી દોસ્તીને બરબાદ કરી શકે છે. આજે કામના સ્થળે તમને સોંપાયેલું કામ તમને કંટાળાજનક લાગશે, એવું કદાચ આળસને કારણે હોઈ શકે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. આજે તમારા જીવનસાથી તમને તમારા વિશે અથવા તમારા લગ્નજીવન વિશે બધી જ ખરાબ વાતો કહેશે.

કર્ક (ડ,હ) – ધ્યાન રાહત લાવશે. આર્થિક મુશ્કેલીઓ ટીકા અને બોલાચાલી ભણી દોરી જશે-તમારી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા લોકોને ના પાડતા શીખો. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટૅક્નોલૉજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે, પણ આજે તમે તમારા જીવનસાથીની અદભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.

સિંહ (મ,ટ) – વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હૅલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. તમારી મુલાકાતે આવેલા સંબંધીઓ તમે કલ્પના કરી છે એના કરતાં સારા નીકળી શકે છે. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

કન્યા (પ,ઠ,ણ) – આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. રૉમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. મિત્રો મહત્વના છે, પણ આજે તમારૂં સ્ટેટસ બિઝી એમ રાખજો, કેમ કે આજે કામના સ્થળે તમારો દિવસ અતિવ્યસ્ત જવાનો છે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ, આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે.

તુલા (ર,ત) – તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે. આજે કામના દબાણ વચ્ચે શાંત થવા માટે તમને પૂરતો સમય ન મળે એવી શક્યતા છે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. સોશિયલ મિડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્ચવિક્તાઓ તમારી સામે આવશે.

વૃશ્વિક (ન,ય) – પત્નીના કામકાજમાં ચંચૂપાત કરશો નહીં, કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો.તમારા કામથી કામ રાખો એ જ સારૂં છે. હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારૂં અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. આજે, તમારી જીવનસંગિની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારે તમારી લાગણીઓ પર અંકુશ મુકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી-ખાલી લાગશે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે.

મકર (ખ,જ) – છેલ્લા થોડા સમયથી તમારામાંના જે લોકો ઑવરટાઈમ કામ કરી રહ્યા છે- તેઓ આજે તાણ અને દુવિધા આ બે બાબતો નહીં ઈચ્છે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે.

કુંભ (ગ,શ,સ,ષ) – તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમે જો તમારા ભાગીદારોના મતને નજરઅંદાજ કરશો તો તેઓ ધીરજ ખોઈ બેસશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ. તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા.

મીન (દ,ઝ,ચ,થ) - માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો. કેટલાક માટે નવો રૉમાન્સ ચોક્કસ જણાય છે-તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા, આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે.

Next Story