Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) – તમારૂં વ્યક્તિત્વ સુધારવા માટે ગંભીર પ્રયાસ હાથ ધરો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. નાનકડા મતભેદો ઊભા થવાને કારણે રૉમાન્સ પર તેની અસર પડશે. ઑફિસમાં વિડિયો ગૅમ રમવી તમને આજે મોંઘી પડે એવી શક્યતા છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી તમને આજે કંઈક એવું જણાવશે જે તમે જાણવા માગતા નથી

વૃષભ (બ,વ,ઉ) - કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે.પણ તમારે તમારા મગજ પર કાબુ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. સામસામી દલીલો,એકમેકને ચિત્રવિચિત્ર નામથી બોલાવવા, મતભેદ આ બધું આજના પરિણીત દંપત્તિઓની સમસ્યા છે.તમે પણ આજે તેના શિકાર બની શકો છો.

મિથુન (ક,છ,ઘ) – ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. તમે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરશો તેનાથી મિજાજ અને યોજનાઓમાં પરિવર્તનનો પ્રભાવ વધશે. પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે..

કર્ક (ડ,હ) – તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને સાલશે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. તમારૂં પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે, દરેક ક્ષણને માણો. કામના સ્થળે પરિસ્થિતિ વિચિત્ર થઈ શકે છે, તમે અમુભવશો કે બધું જ તમારી વિરૂદ્ધ જઈ રહ્યું છે. આમ છતાં, એ સાચું નહીં હોય. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું.

સિંહ (મ,ટ) – તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે.તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. તમે જે કામ પાછળ ઘણા વખતથી દોડી રહ્યા હતા, એ કામ કરવાની તક આજે તમને મળવાની શક્યતા છે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.

કન્યા (પ,ઠ,ણ) – આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મુકશે. તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ? તમારૂં જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે-આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે.

તુલા (ર,ત) – તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ. આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

વૃશ્વિક (ન,ય) – તમે જો મોડી રાત્રે વાહન ચલાવવાના હો તો ખાસ ધ્યાન રાખજો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિનાકારણ તમે તેમને ખફા કરશો. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝધડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારા મહેમાનો સાથે અનાડી જેવું વર્તન ન કરતા. તમારૂં વર્તન ન માત્ર તમારા પરિવારને નારાજ કરશે બલ્કે સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે. તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાઈ જ પરિણામ નહીં આપે-એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ. સફળતા ચોક્કસ જ તમારી છે- જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે, તમારી ધીરજ ખોતા નહીં.

મકર (ખ,જ) – મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારૂં સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો. તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

કુંભ (,શ,સ,ષ) :- તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવવો રહ્યો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. તમારી પાસેના ફાજલ સમયનો લાભ તમારા પરિવારના સભ્યોની મદદ કરવા માટે લો. રૉમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. કોઈ મહત્વની ફાઈલ તમારા બૉસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે

મીન (દ,ઝ,ચ,થ)તમારા ભયનો ઈલાજ કરવાનો સમય પાકી ગયો છે.તમારે એ સમજવું જોઈએ કે ભય માત્ર શારીરિક ક્ષમતાઓને જ હાનિ નથી પહોંચાડતો પણ જીવનને પણ ટૂંકાવે છે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે. આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રૉમાન્સ પર અસર પડશે. મિત્ર તરફથી અમૂલ્ય સહકાર તમને વ્યાવસાયિક બાબતોમાં મદદ કરશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

Next Story