Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) – સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમયગાળો ખરાબ રહેશે આથી તમે શું ખાવ-પીઓ છો તે અંગે સાવચેત રહેજો. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે.

વૃષભ (બ,વ,ઉ) - તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો. તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય નમાત્ર તેમના પર અવળી અસર કરશે બલ્કે તમને પણ માનસિક તાણ આપશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે- પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં-અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે. રૉમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. તમારા મનમાં જે હોય તે કહેતા ગભરાતા નહીં. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો.

મિથુન (ક,છ,ઘ) – તમને ખરેખર શું જોઈએ છે તે અંગે લાગણીની દૃષ્ટિએ અસ્પષ્ટ તથા ચંચળ મનના રહેશો. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે. રૉમેન્ટિક મેળાપ ખૂબ જ આકર્ષક જણાય છે પણ તે લાંબું નહીં ટકે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે.

કર્ક (ડ,હ) – કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. તમારો મત અન્યો પર ન થોપો-વિવાદ ટાળવા માટે અન્યો શું કહે છે તે પણ તમારે સાંભળવું જોઈએ. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે.

સિંહ (મ,ટ) – ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મુકીને સ્વાસ્થ પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે.

કન્યા (પ,ઠ,ણ) – કોઈ પણ ભોગે તમારા મગજ પરનો અંકુશ ખોતા નહીં કેમ કે તેનાથી પરિવારમાં કાયમી વૈમનસ્ય સર્જાઈ શકે છે. તમે જો પ્રયત્ન કરશો તો, તમે શાંતિ તથા સૌહાર્દ જાળવી શકશો. વિભાજીત ઘરના સભ્યો ક્યારેય સાથે ઊભા રહી શકે નહીં. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. તમારૂં વ્યગ્ર વર્તન તમારા ભાઈનો મૂડ બગાડી શકે છે. પ્રેમનું બંધન જાળવી રાખવા તમારે એકમેક માટે માન તથા વિશ્વાસ વિકસાવવાની જરૂર છે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે.

તુલા (ર,ત) – કામનું દબાણ તથા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે. તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. લોકોનો ચંચૂપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.

વૃશ્વિક (ન,ય) – નાખુશી શારીરિક તથા માનસિક બીમારીનું કારણ હોઈ શકે છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારૂં જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે. તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે

ધન (ભ,ફ,ધ,ઢ) – આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. તમારા ઉડાઉ સ્વભાવની પરિવાર ટીકા કરશે. તમારે ભવિષ્ય માટે નાણાં બચાવવા જોઈએ અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે.

મકર (ખ,જ) – આજે તમારી પાસે સારો એઅવો સમય હશે આથી,તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે.

કુંભ (,શ,સ,ષ) :- સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે તમારે કદાચ હૉસ્પિટલની મુલાકાત લેવી પડે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. લગ્નજીવનથી થોડા સમય માટે દૂર થઈ જવાની લાગણી આજે થશે.

મીન (દ,ઝ,ચ,થ)માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. બાળકો સાથે કામ લેવા માટે આજનો દિવસ મુશ્કેલ છે. તમારા આવેગવાળા સ્વભાવ પર અંકુશ મૂકો કેમ કે તેનાથી તમારી દોસ્તી પર અવળી અસર પડી શકે છે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. તમે જો માગણીઓને પૂરી ન કરો તો ઘણીવાર લગ્નજીવન ખૂબ જ મુશ્કેલ બની શકે છે અને તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે છે. આથી બહાદુરી રાખો.

Next Story