Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) –ગમગીનીને દૂર ફગાવી દો-જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે. તમારૂં પ્રેમ જીવન વસંતના વૃક્ષનાં પાંદડાં સમાન રહેશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે.

વૃષભ (બ,વ,ઉ) - અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો. ગર્લફ્રૅન્ડ કદાચ તમને છેતરશે. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે.

મિથુન (ક,છ,ઘ) – નાની-નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધોને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેડવાથી દૂર રહેવું જ તમારી માટે શ્રેષ્ઠ છે. એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે.

કર્ક (ડ,હ) – તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. આજે તમે પ્રેમાળ મૂડમા હશો-આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.

સિંહ (મ,ટ) – તમારો હકારાત્મક દૃષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. સાંજે કોઈ જૂના મિત્રનો કૉલ આવશે અને જૂની યાદો તાજી થશે. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે.

કન્યા (પ,ઠ,ણ) – આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે. આજે રૉમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે, અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાતઅનુભવ કરો.

તુલા (ર,ત) – નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલ્કે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને-તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.

વૃશ્વિક (ન,ય) – અસુરક્ષિતતા/દિશાહિનતાની ભાવના અસ્થિરતા સર્જી શકે છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે-પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો.

મકર (ખ,જ) – આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. તમારા એકધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે બહાર જવાની જરૂર છે. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના, એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો.

કુંભ (,શ,સ,ષ) :- તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે, પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો.

મીન (દ,ઝ,ચ,થ) તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

Next Story