Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
X

મેષ (અ,લ,ઇ) –બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે-જે તમારો ગુસ્સો વધારી મુકશે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઊર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મુકશે. સાચા અને ઉદાર પ્રેમ માટે તમને વળતર મળવાની શક્યતા છે. સખત મહેનત અને ધીરજ દ્વ્રારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે

વૃષભ (બ,વ,ઉ) - તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. આજે તમારા પ્રિયપાત્રની લાગણીઓ સમજજો. વરિષ્ઠો તરફથી સહકાર અને કદર તમારૂં મનોબળ અને આત્મવિશ્વાસ વધારશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

મિથુન (ક,છ,ઘ) – લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. રૉમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. લોકોનો ચંચૂપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.

કર્ક (ડ,હ) – તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે. યાદ રાખો બૂરાઈનો વહેલો મોડો અંત થાય જ છે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. સાંજના સમયે એકાએક મળેલા સારા સમાચાર આખા પરિવાર માટે ખુશી તથા હર્ષોલ્લાસ લાવશે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે-તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી-કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે-જો-કોઈ-વિચિત્ર કારણસર-સમસ્યા સર્જાઈ-તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસ્સો સમય મળી રહ્યો હોવાનું જણાય છે.

સિંહ (મ,ટ) – તમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. તમને લાભ થવાની શક્યતા છે- જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.

કન્યા (પ,ઠ,ણ) – તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે-સમય સાથે તમારા વિચારો બદલો. આ બાબત તમારા દૃષ્ટિકોણને વ્યાપક બનાવશે- તમારા વ્યકતિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહ-કમર્મચારીઓ તરફથી ટીકા લાવશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે.

તુલા (ર,ત) – તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો.

વૃશ્વિક (ન,ય) – તમને નિર્ભેળ આનંદ તથા મોજમજા મળશે-કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. આજે તમને તમારી જીવનસંગિની સાથે વીતાવવા માટે પૂરતો સંમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

ધન (ભ,ફ,ધ,ઢ) – રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે. વૅબ ડિઝાઈનર્સ માટે સારો દિવસ. તમારા ઝળકવાની શક્યતા છે આથી તમારૂં તમામ ધ્યાન કેન્દ્રિત કરો. કેટલાકને વિદેશ જવાની તક પણ મળી શકે છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે.

મકર (ખ,જ) - માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રૉમેન્ટિક દિવસ બગાડી નાખશે. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે, તમારી ધીરજ ખોતા નહીં.

કુંભ (,શ,સ,ષ) :- તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા-પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. તમારા માતા-પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

મીન (દ,ઝ,ચ,થ)તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો. તમારા એક સારા કામને કારણે, કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો, તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે.

Next Story