Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
X

મેષ (અ,લ,ઇ) – સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે.

વૃષભ (બ,વ,ઉ) - તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરૂ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. સોશિયલ મિડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્ચવિક્તાઓ તમારી સામે આવશે.

મિથુન (ક,છ,ઘ) – સ્વાસ્થયની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી.

કર્ક (ડ,હ)- આજે ખાસ દિવસ છે કેમ કે સારૂં સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

સિંહ (મ,ટ) – તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. પોતાની જાત પર દયા ખાવામાં સમય વેડફશો નહીં, એના કરતાં જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. આજે તમે જે લૅક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

કન્યા (પ,ઠ,ણ) – તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. ઘરને લગતા કેટલાક મુદ્દાઓ પર તરત ધ્યયાન આપવાની જરૂર છે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મુકશે.

તુલા (ર,ત) – વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો. મોજ-મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાવ એવી શક્યતા છે, જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મુકશે. કોઈપણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો.

વૃશ્વિક (ન,ય) – તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઈઝ આપશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે. તમારી મોંઘેરી ભેટ-સોગાદો પણ ખુશીભરી ક્ષણો પાછી નહીં લાવી શકે, કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઠી નાખશે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે.

મકર (ખ,જ) – ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. તમારા બૉસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે.

કુંભ (,શ,સ,ષ) :- એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો તમારો ફાજલ સમય ઘરના સુશોભિકરણ પાછળ લગાડો. તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે.

મીન (દ,ઝ,ચ,થ) સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. મિત્રો, ધંધાકીય સાથીઓ તથા સંબંધીઓ સાથે કામ કરતા હો ત્યારે તમારા હિતોનું રક્ષણ કરો- કેમ કે તેઓ તમારી જરૂરિયાતો પ્રત્યે વિચારશીલ નહીં હોય. સપનામાંના ભયને છોડો અને તમારા રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો. નવા કૌશલ્ય અને પદ્ધતિનો સ્વીકાર કારકિર્દીને આગળ વધારવામાં જરૂરી પુરવાર થશે. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે, અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાતઅનુભવ કરો.

Next Story