Connect Gujarat

જાણો મા દુર્ગાનાં પાંચમાં સ્વરૂપની સ્કંદ માતાની પૂજાની વિશેષતા

જાણો મા દુર્ગાનાં પાંચમાં સ્વરૂપની સ્કંદ માતાની પૂજાની વિશેષતા
X

મા આદ્યશક્તિનાં આરાધનાનો આજે પંચમ એટલે કે પાંચમુ નોરતુ છે. નવરાત્રી મહાત્મય શ્રેણીમાં શાસ્ત્રી અસિતભાઈ જાનીએ કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં સ્કંદ માતા અને તેમના મહાત્મય વિશે જણાવ્યુ હતુ.

કેવુ છે સ્કંદ માતાનું સ્વરૂપ :

આસો નવરાત્રીનાં પાંચમા નોરતે મા દુર્ગાનાં સ્કંદ માતા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. સ્કંદ માતાની ચાર ભુજાઓ છે, એક ભુજાથી ભગવાન સ્કંદને ખોળામાં બેસાડેલા છે. બિજો હાથ વરદ એટલે આશિર્વાદ મુદ્રામાં છે. બિજા બન્ને હાથમાં કમળ ધારણ કરેલ છે. ધાર્મિક માન્યતા અનુસાર તેમને સ્કંદ કુમાર (કાર્તિકેય)ના નામથી ઓળખવામાં આવે છે. જે દેવાસુર સંગ્રામ દરમિયાન દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણો એમને કુમાર, શક્તિધરના નામનુ વર્ણન બતાવે છે. તેમનુ વાહન મોર છે. આજ ભગવાન સ્કંદનાં માતા હોવાના કારણે દુર્ગાનુ પાંચમુ સ્વરૂપ સ્કંદ માતાના નામથી ઓળખાય છે. પાંચમા દિવસે સાધક પોતાનું મન વિશુધ્ધ ચક્રમાં સ્થિર કરે છે. તેમના વિગ્રહમાં સ્કંદ ભગવાન બાલસ્વરૂપમાં માતાજીના ખોળામાં બિરાજમાન છે. સ્કંદ માતા માતૃત્વ ભાવના દેવી તરીકે ઓળખાય છે. તેમનુ વર્ણ શુભ છે અને કમળ પુષ્પ પર બિરાજીત છે. તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. તેમજ તેમનુ વાહન સિંહ છે.

હવે સ્કંદ માતાનું ધ્યાન સ્ત્રોત પાઠ અને કવચ વિશેની માહિતી :

ધ્યાન

वन्दे वांछित कामार्थे चन्द्रार्धकृतशेखराम्।

सिंहरूढ़ा चतुर्भुजा स्कन्दमाता यशस्वनीम्।।

धवलवर्णा विशुध्द चक्रस्थितों पंचम दुर्गा त्रिनेत्रम्।

अभय पद्म युग्म करां दक्षिण उरू पुत्रधराम् भजेम्॥

पटाम्बर परिधानां मृदुहास्या नानांलकार भूषिताम्।

मंजीर, हार, केयूर, किंकिणि रत्नकुण्डल धारिणीम्॥

प्रफुल्ल वंदना पल्ल्वांधरा कांत कपोला पीन पयोधराम्।

कमनीया लावण्या चारू त्रिवली नितम्बनीम्॥

સ્તોત્ર પાઠ

नमामि स्कन्दमाता स्कन्दधारिणीम्।

समग्रतत्वसागररमपारपार गहराम्॥

शिवाप्रभा समुज्वलां स्फुच्छशागशेखराम्।

ललाटरत्नभास्करां जगत्प्रीन्तिभास्कराम्॥

महेन्द्रकश्यपार्चिता सनंतकुमाररसस्तुताम्।

सुरासुरेन्द्रवन्दिता यथार्थनिर्मलादभुताम्॥

अतर्क्यरोचिरूविजां विकार दोषवर्जिताम्।

मुमुक्षुभिर्विचिन्तता विशेषतत्वमुचिताम्॥

नानालंकार भूषितां मृगेन्द्रवाहनाग्रजाम्।

सुशुध्दतत्वतोषणां त्रिवेन्दमारभुषताम्॥

सुधार्मिकौपकारिणी सुरेन्द्रकौरिघातिनीम्।

शुभां पुष्पमालिनी सुकर्णकल्पशाखिनीम्॥

तमोन्धकारयामिनी शिवस्वभाव कामिनीम्।

सहस्त्र्सूर्यराजिका धनज्ज्योगकारिकाम्॥

सुशुध्द काल कन्दला सुभडवृन्दमजुल्लाम्।

प्रजायिनी प्रजावति नमामि मातरं सतीम्॥

स्वकर्मकारिणी गति हरिप्रयाच पार्वतीम्।

अनन्तशक्ति कान्तिदां यशोअर्थभुक्तिमुक्तिदाम्॥

पुनःपुनर्जगद्वितां नमाम्यहं सुरार्चिताम्।

जयेश्वरि त्रिलोचने प्रसीद देवीपाहिमाम्॥

ઉપાસના મંત્ર

सिंहासनगता नित्यं पद्माश्रित करद्वया।

शुभदास्तु सदा देवी स्कंद माता यशस्विनी॥

આમ સ્કંદ માતાનું ધ્યાન કરી બ્રાહ્મણ પાસે પુજા કરાવવી. સ્ત્રોત પાઠ, કવચ પાઠ તેમજ ચંડિપાઠ કરાવવા, શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે વિશુધ્ધ ચક્રમાં સ્થિત સાધકના મનમાં સમસ્ત બ્રાહ્મ ક્રિયાઓ અને ચિત્તવૃતિ સ્વરૂપમાં કેન્દ્રીત થાય છે. બધાજ લૌકિક સાંસારિક માયાવિક બંધનોને દુર કરી પદ્માસનમાં સ્કંદ માતાનાં સ્વરૂપમાં સંપુર્ણ ધ્યાન મગ્ન થઈ જાય છે. સાધકને મન અને એકાગ્રતાથી સાધનામાં આગળ વધવુ જોઈએ.

નૈવેધ તરીકે શું ભોગ ધરાવવો :

જે ભક્ત માતાજીને પાંચમા નોરતે પુજામા કેળાનો ભોગ લગાવે છે. તે પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે તેનુ શરીર સ્વસ્થ રહે છે. આ રીતે પાંચમા નોરતે સ્કંદ માતાની પુજા કરવાથી દરેક મનુષ્ય સુખ શાંતિ, સમૃધ્ધિ પુત્ર ધન ધાન્ય પ્રગતિ અને શરીર સુખકારી પ્રાપ્ત કરે છે. મા ભગવતી તેના ભક્તની ચારે દિશાઓથી રક્ષા કરે છે.

Next Story