Connect Gujarat
ગુજરાત

જામનગર : આજ થી પાંચ દિવસ માટે કોસ્ટલ વોટરબર્ડ ઇકોલોજી નો સેમિનાર શરૂ

જામનગર : આજ થી પાંચ દિવસ માટે કોસ્ટલ વોટરબર્ડ ઇકોલોજી નો સેમિનાર શરૂ
X

રાજ્ય સરકાર ના વન અને પર્યાવરણ વિભાગ તેમજ ગીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જામનગર માં આજ થી પાંચ દિવસ માટે કોસ્ટલ વોટરબર્ડ ઇકોલોજી નો સેમિનાર શરૂ થયો છે જેમાં રાજ્યભર ના 100 અધિકારીઓ અને એન.જી.ઓ. ભાગ લઈ રહ્યા છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="80976,80977,80978,80979,80980,80981,80982,80983,80984,80985,80986"]

જામનગર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે શિયાળા ની ઋતુ માં અહીં દેશવિદેશ ના પક્ષીઓ મહેમાન બને છે ત્યારે આ પક્ષી ઓ અને વેટલેન્ડ ના અભ્યાસ માટે ખાસ સેમિનાર યોજવા માં આવ્યો છે જેને જામનગર ના કલેકટર રવિશનકર દ્વારા ખુલો મુકવા માં આવયિ હતો. જામનગર, નળ સરોવર, ગીર ફાઉન્ડેશન, બી.એન.એચ.એસ. બર્ડ કાઉન્ડ ઇન્ડિયા અને અન્ય પર્યાવરણ પ્રેમી સંસ્થા અને વાઈલ્ડલાઈફ તસ્વીરકારો ને મળી રાજ્યભર ના 100 થી વધુ લોકો આ પાંચ દિવસ ના સેમિનાર માં ભાગ લઈ રહ્યા છે ગીર ફાઉન્ડેશન દ્વારા આ પ્રકાર ની ત્રીજો સેમિનાર યોજાય રહ્યો છે જે જામનગર માં પ્રથમ વખત આ પ્રકાર નો વેટલેન્ડ અને કોસ્ટલ બર્ડ પર ની સેમિનાર છે જેમાં પ્રથમ વખત રાજય ની 10 યુનિવર્સિટી ના વિદ્યાર્થી ઓ પણ જોડાયા છે જેવો આ પ્રકાર નો વેટલેન્ડ અને બર્ડ સાયન્સ નો અભ્યાસ કરી રહયા છે જામનગર માં યોજાઈ રહેલા આ સેમિનાર બાદ ખાસ કરી ને યાયાવર પક્ષી ઓને કઈ રીતે સુરક્ષા આપી શકાય તેમજ વેટલેન્ડ ની સંખ્યા વધે તે માટે પ્રોજેકટ ત્યાર કરી રાજય સરકાર માં રજુ કરવા માં આવનાર છે.

Next Story