Connect Gujarat
ગુજરાત

જામનગર: એક વિદ્યાર્થી અને એક વાલીને વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથે રૂબરૂ થવા મળ્યું આમંત્રણ

જામનગર: એક વિદ્યાર્થી અને એક વાલીને વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથે રૂબરૂ થવા મળ્યું આમંત્રણ
X

પરીક્ષા નું પ્રેસર ભલભલા વિધ્યાર્થીને નર્વસ કરી નાખે છે. તેમાં પણ ખાસ કરીને બોર્ડ ની ફાઇનલ પરીક્ષા અને નોકરી માં પસંદગી પામવા માટે લેવામાં આવતી પરીક્ષા માં માત્રને માત્ર પરિક્ષાનો હાઉ વિધાર્થીઓને મુશ્કેલીમાં મૂકી દે છે. પરિક્ષાનો ભય દૂર થાય અને વિધ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવાઈ તેવા હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા દેશભરના વિધ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને રૂબરૂ થયા હતા જેમાં જામનગર માંથી એક વિધ્યાર્થી અને એક વાલીની પસંદગી થઈ હતી.

સરકારના માનવ સંશાધન મંત્રાલય દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમ માં યોજાયેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં સરકારી સાઇટ પર કોમ્પિટિશન યોજવામાં આવી હતી. આ પરીક્ષા માં પસંદ થનાર વ્યક્તિ નું નામ દિલ્હી થી સીધું રાજ્ય સરકારને અને જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવામાં આવ્યું હતું અને વાલી, વિધ્યાર્થી તેમજ શિક્ષક ને દિલ્હી હાથે વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથે રૂબરૂ થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું . માનવ સંશાધન મંત્રાલય મારફત સીધી પસંદગી માં જામનગરના વિધ્યાર્થી દેવશીશ મહેતા અને વાલીમાં વિભાબેન જોશી પસંદગી પામ્યા હતા.

રીલાયન્સ ટાઉનશિપમાં રહેતા હાઉસવાઈફ વિભાબેન જોશી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માટે સરકારી વેબસાઇડ પર ઓનલાઈન માહિતી આપવામાં આવી હતી. વિધ્યાર્થીઓના માતા પિતાની પસંદગી વિભાગ માં મોટી ખાવડીરીલાયન્સ ટાઉનશિપ માં રહેતા વિભાબેન જોશી પસંદ પામ્યા હતા અને તેમણે દિલ્હી માં મોદી સમક્ષ હાજર રહેવાનુ આમંત્રણ મળ્યું હતું અને વિભાબેન જોશી એ દિલ્હી ના તારકોટડા સ્ટેડિયમમાં હાજરી આપી હતી.

જામનગર માઠી આ જ રીતે વિધ્યાર્થી વિભાગ માં કેન્દ્રિય વિધ્યાલય - ૨ ઇન્ફન્ટ્રિ લાઇન માં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતાં દેવાશીશ ચેતનભાઈ મહેતાની પસંદગી કરવામાં આવી હતી. દેવાશીશ મહેતાએ જણાવ્યું હતું કે તેમની દિલ્હી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની સફર માં જિલ્લા શિક્ષણાધિકારી પટેલ, બિનાબેન દવે તેમજ તૃપ્તિબેન પટેલ નું સતત મારદર્શન મળી રહ્યું હતું ને સરકાર દ્વારા પરિવહન અને રહેવા જમવા માટે સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

Next Story