Connect Gujarat
ગુજરાત

જામનગર: ઘણી ફરિયાદો બાદ રણમલ તળાવમાં સફાઈ અભિયાન હાથ ધરાયું.

જામનગર: ઘણી ફરિયાદો બાદ રણમલ તળાવમાં સફાઈ અભિયાન હાથ ધરાયું.
X

જામનગર શહેરની શાન સામા શહેર મધ્યમાં આવેલા રાજશાહી સમયના રણમલ તળાવમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક પ્રમાણમાં કચરો ભેગો થયો હોવાની લોક ફરિયાદ બાદ જામનગર મહાનગર પાલિકા અને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સફાઈ અભિયાનમાં જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોશી નગરસેવકો અરવિંદ ભાઈ સભાયા, મનીષ ભાઈ કટારીયા શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી સહિત સોલીડ વેસ્ટનો સ્ટાફ જોડાયા હતા. જ્યારે સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટના સંયોજક મનહરભાઈ રાજપાલ ની અગ્રતા માં મોટી સંખ્યા માં સંસ્થા સ્વયંસેવકો ભાઈ બહેનોએ સફાઈ હાથ ધરી હતી. મહાનગર પાલિકા અને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પાછળના તળાવ નજીક આરટીઓ કચેરી પાસે સતત પાંચ કલાક સુધી ચાલેલી સફાઈમાં 15 ટન કચરો એકત્ર કરવામાં આવ્યો હતો. જેને દંપિંગ સઇદ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

Next Story