Connect Gujarat
ગુજરાત

જામનગર રેલવે ટ્રેક ઘોવાયા : ટ્રેનો રદ્દ કરાઈ

જામનગર રેલવે ટ્રેક ઘોવાયા : ટ્રેનો રદ્દ કરાઈ
X

જામનગર-ઓખા વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો

જામનગર જિલ્લામાં પડેલા વરસાદ ઉપરાંત કાનાલૂસ પાસે ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ધોવાઈ જતાં જામનગર-ઓખા વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે..જેને પગલે અનેક ટ્રેનો રદ કરવામા આવી તો અમુક ટ્રેનોને જામનગર સુધી ટૂંકાવવામા આવી હોવાનું સામે આવી રહ્યું છે.

ટ્રેક ધોવાઈ જવાને કારણે ઓખા-રામેશ્વર ટ્રેન રદ કરવામા આવી,રાજકોટ-પોરબંદર અને પોરબંદર રાજકોટ ટ્રેન રદ કરવામા આવી,કાનાલૂસ પોરબંદર અને પોરબંદર કાનાલૂસ ટ્રેન રદ કરવામા આવી છે..જયારે સૌરાષ્ટ્ર મેલને ખંભાળીયા રોકી મુસાફરોને બસ મારફત જામનગર સુધી પહોચાડવામાં આવ્યા છે..તો પુરી-ઓખા ટ્રેનને જામનગર સ્ટેશન ખાતે જ રોકી દેવામા આવી છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="56596,56597,56598,56599,56600,56601,56602,56595"]

મોટી ખાવડી, પડાના અને કાનાલુસ વિસ્તાર માં ભારે વરસાદ થી રેલવે ટ્રેક નીચે ની જમીન ધસી પડતા રેલવે ના પાટા ઓ હવા માં અધરર તાલ ઝૂલતા જોવા મળ્યા.

હાલ આ રૂટ ઉપર ની તમામ ટ્રેન ને અન્ય રૂટ ઉપર શિફ્ટ કરવા માં આવી છે, પોરબંદર કાનાલુસ પેસેન્જર ટ્રેન આ રેલવે ટ્રેક પર થી પસાર થવા ની હતી તે પૂર્વે જ આ ટ્રેક ધોવાઇ જતા મોટી જાનહાનિ ટળી જવા પામી છે

વરસાદ ને કારણે રેલવ્યવહાર ને મોટી અસર થતા રેલવેના ડીઆરએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોચી જઈ ને ટ્રેન વ્યવહાર પૂર્વવત કરવા માટે ચાલી રહેલ કામગીરી નુ નિરક્ષણ પણ કર્યું છે.

Next Story