Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : કેટલાક લોકો વન્યજીવોની જાળવણીના બદલે કરે છે પજવણી, વિડિયો થયો વાયરલ

જુનાગઢ : કેટલાક લોકો વન્યજીવોની જાળવણીના બદલે કરે છે પજવણી, વિડિયો થયો વાયરલ
X

જૂનાગઢનાં જંગલોમાં સિંહ, દીપડા સહિતના અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. ત્યારે કેટલાક સ્થાનિકો વન્યજીવોની જાળવણીના બદલે તેમની પજવણી કરી રહ્યા છે. તાજેતરમાં જુનાગઢ પંથકમાં દીપડાના બચ્ચાને ગળુ દબાવી અને પજવણી કરતો વિડીયો વાયરલ થયો છે.

હાલ સોશિયલ મીડિયામાં જંગલ વિસ્તારનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દીપડાના બચ્ચાને ૪ લોકો ગળુ દબાવી હેરાન કરી રહ્યા છે. આ ઘટના ક્યાં વિસ્તારની છે, ક્યારની છે, અને આ પજવણી કરનાર લોકો કોણ છે. તેની વન વિભાગે તપાસ શરૂ કરી છે. આરોપીઓને પકડવા માટે લોકો પાસે મદદ માંગી અને પજવણી કરનાર વ્યક્તિની માહિતી કોઈ પણ વ્યક્તિ આપશે તો તે વ્યક્તિને 25 હજારનું ઇનામ આપવામાં આવશે. વનવિભાગ દ્વારા પહેલી વાર વન્ય પ્રાણીઓને પજવણી કરનારાઓને પકડવા માટે ઈનામ જાહેર કરાયું છે. જેની ગીર જંગલ વેસ્ટના ડીસીએફ ધીરજ મિત્તલે ટ્વિટ કરીને જણાવ્યું હતું.

Next Story