Connect Gujarat
દેશ

જૂઓ કઈ મોટી બેન્ક વિશે સરકારે કરી અગત્યની જાહેરાત

જૂઓ કઈ મોટી બેન્ક વિશે સરકારે કરી અગત્યની જાહેરાત
X

કેન્દ્ર સરકારે બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયની જાહેરાત કરી

બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયની જાહેરાત કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ ત્રણેય બેંકના વિલિનિકરણની જાહેરાત કરી દીધી છે. સરકારની આ મોટી જાહેરાતની સાથે જ એસબીઆઈની સહયોગી અન્ય બેંકોના વિલિનિકરણ બાદ બેંકિંગ ક્ષેત્રમાં બીજા અન્ય બેંકોના વિલયનો માર્ગ મોકળો બન્યો છે.

નાણાં સચિવે આ મામલે જાહેરાત કરતાં કહ્યું હતું કે, અમે દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાના વિલિનિકરણનો નિર્ણય લીધો છે. આ ત્રણેય બેંકોના વિલયથી બનનારી બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે

આ મામલે પ્રત્તિક્રિયા આપતા અરૂણ જેટલીએ કહ્યું છે કે, સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે, બેંકોનું એકીકરણ કરવામાં આવશે. આ અમારો એજંડા હતો અને આ દિશામાં પહેલા પગલાંની જાહેરાત કરવામાં આવી છે.

હવે આ બેંકોના કર્મચારીઓ પર શું અસર થશે તે બાબતે જેટલીએ કહ્યું છે કે, સરકાર દ્વારા વિલયની જાહેરાતને ધ્યાનમાં રાખી આ ત્રણેય બેંકોના કર્મચારીઓએ પોતાની કારકિર્દીને લઈને ચિંતિત થવાની જરૂર નથી. કોઈ પણ કર્મચારીને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. સૌથી સારી સેવાના લાભો તે તમામ કર્મચારીઓને લાગુ પડશે.

નાણાં મંત્રીએ આ મામલે ટ્વિટ કરીને કહ્યું છે કે, કર્મચારીઓના હિતોની રક્ષા કરવામાં આવશે. ત્રણેય બેંકોના વિલય બાદ જે બેંક બનશે તે દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની રહેશે. આ પગલું વૈશ્વિક સ્તરનું રહેશે. ત્રણેય બેંકોના વિલયથી તેમની પરિચાલન ક્ષમતા વધશે.

નાણાં સચિવ રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ત્રણેય બેંકોના નિર્દેશક મંડળ વિલય પ્રસ્તાવ પર વિચાર કરશે. તેમણે કહ્યું હતું કે, બેંકિંગ ક્ષેત્રમાં સુધારાની જરૂર છે અને સરકાર બેંકોની મૂડીની જરૂરિયાતો પર નજર રાખી રહી છે. બેંકોના વિદેશોમાં પરિચાલનને યુક્તિસંગગત બનાવવાનું કામ યથાવત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકાર એવા પગલાં ભરવાને લઈને ગંભીર છે કે જેથી કરીને ભવિષ્યમાં એનપીએની ભિષણ સમસ્યાઓ જ ઉભી ના થાય.

Next Story