Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ કોંગ્રેસમાં અંદરોઅંદર ઘમાસાણ,ચૂંટણીમાં અન્યાય થતા આપ્યા રાજીનામાં

જૂનાગઢ કોંગ્રેસમાં અંદરોઅંદર ઘમાસાણ,ચૂંટણીમાં અન્યાય થતા આપ્યા રાજીનામાં
X

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ પક્ષમાં દિવસેને દિવસે હોદેદારો રાજીનામું આપી રહ્યા છે. હાલ ૨૧ જુલાઈ એ જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે કૉંગ્રેસ પક્ષમાં મોટો ભડકો જોવા મળી રહ્યો છે હાલ વાત કરીએ તો ચેલા ૩ દિવસમાં ૮ હોદેદારો અને ૫૦૦ જેટલા કાર્યકર્તાઓ એ કૉંગ્રેસ માંથી રાજીનામુ આપ્યું છે.

આ રાજીનામાં નું કારણ બધા માટે એક છે કે સારા હોદેદારો ઉમેદવારો ની ટીકીટ કપાઈ છે અને પૈસા લઈ ટિકીટ વેહચવા માં આવી હતી. આ ઘટનાને લઈને કૉંગ્રેસના પ્રમુખ વીનું અમીપરાએ રાજીનામુ આપ્યું હતું. ત્યાર બાદ ૮ હોદેદારો એ રાજીનામુ આપી બીજા પક્ષ માંથી મેળવી ટીકીટ તો સમગ્ર ઘટના થી જૂનાગઢના ધારાસભ્ય ભીખા ભાઈ જોશી પણ નારાજ જોવા મળ્યા હતા,જૂનાગઢ કોંગ્રેસ માં અંદરોઅંદર ઘમાસાણ હાલ જોવા મળી રહી છે.

ત્યારે આજ રોજ શહેર કોંગ્રેસ ના કોરડીનેટર કિશોરભાઈ સાવલિયા અને વોર્ડ નંબર ૬ ના હોદેદારો એ ટીકીટ મળવામાં અન્યાય થતા રાજીનામાં આપી ખુશી વ્યક્ત કરી હતી અને ટીકીટ માં હળાહળ અનન્ય થતા કાર્યકરો વધુ રાજીનામાં આપે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે વોર્ડ નં.૬ ના કિશોર ભાઈ સાવલિયા એ જણાવ્યું હતું કે હવે કોંગ્રેસની સીટ જૂનાગઢ માં નહીં આવે અને કોંગ્રેશ અંદર ને અંદર વિવાદ કરતી રહેશે તો ભાજપ ને હરાવાની વાત તો દૂરની રહી.

Next Story