Connect Gujarat
ગુજરાત

જૂનાગઢ : ગિરનારમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, ભવનાથ ગુરુપૂર્ણિમાના ભક્તિસભર માહોલમાં લીન બન્યું

જૂનાગઢ : ગિરનારમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, ભવનાથ ગુરુપૂર્ણિમાના ભક્તિસભર માહોલમાં લીન બન્યું
X

જૂનાગઢમાં આવેલ ભવનાથ સ્થિત ગોરક્ષનાથ અને અવધૂત આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શુભ મુહૂર્ત વહેલી સવારે દ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું.

તિરૂપતિ મહારાજને પૂજન-અર્ચન કરીને ધુન કિર્તન સાથે આશ્રમમાં શેરનાથબાપુ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. બાદમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ગુરુ ગાદી સ્થાન ખાતે આચાર્યની ચરણ પાદુકાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.જૂનાગઢમાં ગુરુપૂર્ણિમાને લઈ હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ તેમના ગુરુના દર્શન માટે જામી હતી. હોમાત્મક યજ્ઞ અને અખંડ કીર્તનનો લોકોએ લાભ લીધો હતો. મહાઆરતી સાથે જૂનાગઢ સહિત આજુબાજુના ગામોને ધુમાડાબંધ પ્રસાદનું પણ આયોજન ગોરરક્ષનાથ આશ્રમના સેરનાથ બાપુ અને અવધૂત આશ્રમના મહાદેવગીરી દ્વારા કરાયું હતું. આમ ભોજન,ભજન અને ભકિતના ત્રિવેણી સંગમ વચ્ચે ગુરુપૂર્ણિમાનો ઉત્સવ જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં યોજાયો હતો.

Next Story