Connect Gujarat
ગુજરાત

ઝાલોદ : સાપોઇ ગામ નજીક ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે થયો અકસ્માત, 6 ઘાયલ 

ઝાલોદ : સાપોઇ ગામ નજીક ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે થયો અકસ્માત, 6 ઘાયલ 
X

સુરત થી મૃતદેહ લઈને રાજસ્થાન નાગોડ જિલ્લામાં જઈ રહેલી એમ્બ્યુલન્સને ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક ઉભેલી ટ્રક સાથે અકસ્માત નડયો હતો, આ અકસ્માતમાં છ જણા ગંભીર રીતે ઘાયલ થતા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એમ્બ્યુલન્સમાં મૃતદેહને ઝાલોદ સરકારી દવાખાને લઈ જવાયો છે,

રાજસ્થાનના નાગોડ જીલ્લાના પિલવા ગામના પ્રજાપતિ પરિવારના લોકો સુરતથી એમ્બ્યુલન્સ વાનમાં પરિવારના સભ્યનો મૃતદેહ લઈને વતન જઈ રહ્યા હતા. આ એમ્બ્યુલન્સવાન ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીકથી પસાર થઇ રહી હતી. ત્યારે રસ્તાની બાજુમાં ઊભેલી ટ્રકની પાછળના ભાગે થી અકસ્માત સર્જાયો હતો. એમ્બ્યુલન્સ વાન ઊભેલી ટ્રકની પાછળ ઘૂસી જતાં અંદર બેઠેલા છ જણાને ગંભીર ઇજા થઇ હતી.

તેઓને તાત્કાલિક સારવાર માટે લીમડી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમને વધુ ગંભીર હાલત જણાતા દાહોદ સિવિલ હોસ્પિટલ મુકામે રીફર કરવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત થયેલી એમ્બુલન્સ માંથી મૃતદેહને કાઢીને ઝાલોદ સરકારી દવાખાના મુકામે મોકલવામાં આવ્યો છે

Next Story