Connect Gujarat
ટેકનોલોજી

ટોલ ફ્રી નંબર ડાયલ કરીને ઘરે બેઠા મોબાઈલ નંબર આધાર સાથે લિંક થશે

ટોલ ફ્રી નંબર ડાયલ કરીને ઘરે બેઠા મોબાઈલ નંબર આધાર સાથે લિંક થશે
X

આધા કાર્ડ સાથે તમારા મોબાઈલ નંબરને લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. એવામાં લોકોની વચ્ચે સિમ કાર્ડ વેરિફિકેશન કરાવવાની હોડ લાગી છે. જોકે યૂઆઈડીએઆઈએ એક નવી સુવિધા રજૂ કરી છે. હવે માત્ર એક ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ઓટીપી દ્વારા આધાર નંબર મોબાઈલ નંબર સાથે લિંક કરાવી શકો છો. નવી સુવિધા આવ્યા બાદ હવે તમારે આધારને લિંક કરાવવા માટે મોબાઈલ સ્ટોર પર જવાની જરૂર નહીં રહે.

જેમાં સૌ પ્રથમ પોતાના મોબાઈલ નંબર થી 14546 પર કોલ કરવો પડશે અને બાદમાં ઈન્ડિયન અથવા એનઆરઆઈ ઓપ્શન માંથી સંબંધિત વિકલ્પ પસંદ કરવો. તેના પછી મોબાઈલ નંબરને લિંક કરવા વિશે પૂછવામાં આવશે. તેના પર 1 નંબર પર ક્લિક કરવાનું રહેશે.

ત્યાર બાદમાં તમારો 12 ડિજીટ વાળો આધાર નંબર આપવાનો રહેશે અને 1 નંબર દબાવવાનું રહેશે. જો આધાર ઈનપુટ ખોટો હશે તો બીજા વિકલ્પની પણ સુવિધા આપવામાં આવી રહી છે. એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ જનરેટ થશે જે તમારા મોબાઈલ પર આવશે.

આઈવીઆર પ્રોસેસ હેઠળ હવે મોબાઈલ નંબર માંગવામાં આવશે. તેના પછી મોબાઈલ આપરેટરનું નામ, ફોટો, જન્મ તારીખ વિશેની બધી જાણકારી આપવાની રહેશે. તેના પછી આઈવીઆર તમારા મોબાઈલ નંબરના છેલ્લે ચાર ડિજીટ વાંચશે અને ફીરીથી નંબર કન્ફર્મ કરવાનું કહેશે.

રી - કન્ફર્મેશન થયા પછી યૂઝર્સને SMSથી ઓટીપી આપવામાં આવશે તે નાખવાનો રહેશે. ઓટીપી નાખ્યા પછી 1 નંબર પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી પ્રોસેસ પુરી થશે. મોબાઈલ નંબર આધાર સાથે લિંક થશે. આધાર સાથે તામારો મોબાઈલ નંબરનું વેરિફેકશન થયું છે કે નહી તે આઈવીઆર મેન્શન કરશે. પ્રોસેસ પુરી થઈ જાય તેના પછી મેસેજ આવશે.

Next Story