Connect Gujarat
ગુજરાત

ડાંગના આહવા ખાતે માનવ અધિકારો અંગે જાગૃતિ તેમજ સભ્યોની પસંદગીનો સેમિનાર યોજાયો

ડાંગના આહવા ખાતે માનવ અધિકારો અંગે જાગૃતિ તેમજ સભ્યોની પસંદગીનો સેમિનાર યોજાયો
X

ડાંગ જિલ્લાના આહવા તાલુકા ખાતે માનવ અધિકારો અંગે જાગૃતિ તેમજ સભ્યોની પસંદગીનો સેમિનાર યોજાયો હતો. નવા અધિકાર સુરક્ષા સરના વિવેક ઓબેરોય ચેરમેન હરિશ્ચંદ્ર રાષ્ટ્રીય સંગઠન મંત્રી રણછોડભાઈ પાર્ક રાજી રાષ્ટ્રીય સાંસ્કૃતિક મંત્રી રાજેશભાઈ સૈયાજી ગુજરાત પ્રદેશ પ્રમુખ કિરણ કંસારા તેમજ ડાંગ જિલ્લાના અધ્યક્ષ કનુભાઈ પરમાર અને અતિથિવિશેષ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર વ્યાસજીના માર્ગદર્શન હેઠળ માનવ અધિકાર સુરક્ષા સંઘની બેઠક મળી.

ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાંથી યુવક-યુવતીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે સમાજ અને માનવ વિરોધી થતું હોય લોકોને ધર્મ અને જાતિના વાડાઓમાં વેચી નાખી માનવતાની ઘોર ખોદી નાખી છે. ત્યારે દરેક માનવી પોતાના અધિકારો અંગે જાગૃત થઈ ધર્મ અને જાતિ ઉપર ઉઠીને સામાજિક એકતા સ્થાપવાની જરૂર ઊભી થઈ છે. ખાસ કરીને ડાંગ જેવા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વિસ્તારમાં લોકોને શિક્ષણનું મહત્વ સમજવા ની જરૂર છે. તેમજ શિક્ષણ મેળવવું એ પણ માનવીનું અધિકાર છે લોકો સરકારી અધિકારી સામે જાય છે. પરંતુ ખરેખર અધિકારીઓ સામે પ્રશ્નો પૂછવા અને જવાબ માંગવાએ દરેક માણસનો અધિકાર છે. જે દરેક દરેકે સમજવાની જરૂર છે.

દરેક બાળકને શિક્ષણ મળી રહે તે દરેકને સ્વાસ્થ્ય સુવિધાઓ સ્વચ્છ પીવાનું પાણી મળી રહે દરેકને જીવનનિર્વાહ થાય તે માટે રોજગારી મળી રહે પણ સરકારી યોજનાનો લાભ દરેક નાગરીકોને કોઈપણ ધર્મ જાતિના ભેદભાવ વગર મળી રહે તેમજ ન્યાય પણ તમામને સમાનતાની રીતે મળે આ તમામ હકો માનવ અધિકાર અંતર્ગત આવે છે. જે દરેક નાગરીકોને સમજવાની જરૂર છે. અંતે ડાંગ જિલ્લાના અધ્યક્ષ કનુભાઈ પરમારે આધાર આભારવિધિ કરી હતી.

Next Story