Connect Gujarat
ગુજરાત

ડાંગના ખેલ જગતની નવી આશા, યુવા ક્રિકેટર જીત કુમાર

ડાંગના ખેલ જગતની નવી આશા, યુવા ક્રિકેટર જીત કુમાર
X

  • અન્ડર ૧૯ નેશનલ જુનિયર ચેમ્પિયનશીપના દરવાજે ટકોરા મારતો ડાંગનો યુવા ક્રિકેટર
  • તા.૧૩ મે,ર૦૧૯નાં રોજ યોજાનારા પસંદગી કેમ્પમાં ભાગ લઇ તેની દાવેદારી નોîધાવશે

ડાંગના કાળમિંઢ પહાડોમાંથી પ્રા થયેલો એક હીરો, વિશ્વ ફલક ઉપર ચમકવા માટે બારણે દસ્તક દઇ રહ્ના છે, ત્યારે ડાંગ અને ગુજરાતને ગૌરવ અપાવવા માટે સંઘર્ષ કરી રહેલા આ ઉભરતા સિતારાને, આવો આપણે સૌ સાથે મળીને ઑલ ધ બેસ્ટ કહીએ !

ખેલ જગતમાં ડાંગ, ગુજરાત અને દેશને ગૌરવ અપાવનારા આંતરરાષ્ટ્રીય દોડવીરો મુરલી ગાવિત અને સરીતા ગાયકવાડ બાદ, વધુ એક રમતવીર નામે જીત ગાંગુર્ડે (જીત કુમાર) ટીર૦ અન્ડર નાઇન્ટીન/નેશનલ જુનિયર ચેમ્પિયનશીપમાં પોતાની પ્રબળ દાવેદારી સાથે દિલ્હીની વાટે નિકળી પડ્યો છે.

મૂળ ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના પીપલદહાડ પાસેના જુન્નેર ગામના આ યુવા અને પ્રતિભાશાળી જમણેરી બેટ્સમેન કમ વિકેટ કિપર ખેલાડીએ ડાંગને ક્રિકેટની દુનિયામાં પણ ગૌરવ અપાવવા માટે તનતોડ મહેનત આરંભી છે. શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વી.જે.કે.એમ. સાયન્સ કોલેજ, વડુ (મહેસાણા) ખાતે લાસ્ટ ઇયર બી.એસ.સી.માં અભ્યાસ કરતા આ યુવા ક્રિકેટરને તેની મનપસંદ કારકિર્દી માટે તેના પરિવાર દ્વારા પૂરતી હૂંફ અને સહયોગ મળી રહ્યા છે, તેમ એક મુલાકાતમાં જણાવ્યું હતુ.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="93525,93526,93527,93528,93529"]

હાલમાં ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે પોતાના માતાપિતા અને નાની બહેન સાથે રહેતા જીત કુમારે દિલ્હી દરબારમાં જવા સુધીનો માર્ગ કંડારતા, સૌ પ્રથમ તે જ્યારે ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હતો ત્યારે તે દરરોજ વઘઇથી બિલિમોરા ક્રિકેટની પ્રેક્ટીસ માટે અપડાઉન કરતો હતો. જેના પરિણામ સ્વરૂપ બરોડા ક્રિકેટ એકેડમીમાં તેની પસંદગી થવા પામી હતી, તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ બી.એ.પી.એસ. સ્કૂલ, વલસાડ માટે પસંદગી પામ્યા બાદ, સ્પોર્ટ્સ પ્રમોશન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લખનૌ ખાતે યોજાયેલા કેમ્પમાં પસંદગી પામી, નેશનલ પ્લેયર્સ લીગ માટેના પસંદગી કેમ્પ માટે દિલ્હી ભણી રવાના થઇ રહ્ના છે તેમ ઉમેર્યું હતું.

પુત્ર જીત, બાળપણથી જ ક્રિકેટ માટે ભારે લગાવ ધરાવે છે તેમ જણાવતા તેના પિતા શ્રી બી.ટી.ગાંગુર્ડે કે જેઓ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સાપુતારા ડીવીઝન ખાતે સીનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે તેમણે, તેમના પુત્રના લક્ષણ પારણામાંથી જ પારખી લઇને, તેની તમામ જરૂરિયાતો પુરી પાડીને પુરતી આઝાદી પુરી પાડી હોવાનું જણાવ્યું હતું. જીતની મમ્મી તથા તેની નાની બહેને પણ હંમેશા જીત ને એક ઉભરતા ક્રિકેટર તરીકે જ ટ્રીટ કરીને, આજ સુધી તમામ સવલતો, સગવડો ઉપલબ્ધ કરાવી આપી હોવાનું જણાવ્યું હતું. જીતમાં રહેલુ ક્રિકેટનું ઝનૂન તેને ચોક્કસ જ કામયાબી અપાવશે તેમ ગૌરવભેર જણાવતા શ્રી બી.ટી.ગાંગુર્ડેએ જીત કુમાર ડાંગ અને ગુજરાત તથા દેશનું નામ દુનિયામાં રોશન કરશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

નવી કારકિર્દીના ઉંબરે ઊભેલા જીત કુમારે અહીં સુધી પહોîચવામાં ખૂબ જ પરિશ્રમ કર્યો છે તેમ જણાવી, ડાંગ અને ગુજરાતનું નામ ક્રિકેટ જગતમાં પણ રોશન થાય તે માટે તે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેમ જણાવ્યું હતું. ભારતીય ક્રિકેટર રીષભ પંતને પોતાનો આદર્શ માનતા જીત કુમારે ભારતભરનાં પ્લેયર્સમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનારા ખેલાડીની નેશનલ પ્લેયર્સ લીગ માટે પસંદગી થશે તેમ વધુમાં ઉમેયુ હતું.

દેશમાં ચાલી રહેલા આઇ.પી.એલ. અને આગામી દિવસોમાં આવી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપની ઝાકમઝોળ વચ્ચે, ડાંગના આ યુવકે નેશનલ સીલેક્ટર્સ સામે પોતાની દાવેદારી માટે દસ્તક દીધા છે. ત્યારે ફરી એકવાર ડાંગના આ અણમોલ રતનને આપણે સૌ ઓલ ધ બેસ્ટ કહીએ, તે સમયસરનું લેખાશે.

Next Story