Connect Gujarat
ગુજરાત

ડાંગ જિલ્લાની કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેક્નિક ઇન એગ્રીકલ્ચર વઘઇ ખાતે થેલેસેમિયા ટેસ્ટ અને રક્તદાન શિબિર યોજાઈ

ડાંગ જિલ્લાની કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેક્નિક ઇન એગ્રીકલ્ચર વઘઇ ખાતે થેલેસેમિયા ટેસ્ટ અને રક્તદાન શિબિર યોજાઈ
X

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે કાર્યરત નવસારી કૃષિ યુનિવર્સિટીની કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેક્નિકમાં ચાલી રહેલ રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગતરોજ ઇન્ડિયન રેડકોર્સ સોસાયટી નવસારીનાં સહયોગથી થેલેસેમિયા ટેસ્ટ અને રક્તદાન શિબિરનું આયોજન હાથ ધરાયુ હતુ, જે કાર્યક્રમ અંતર્ગત અહી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ૮૨ જેટલા વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ કરાયો હતો.

ઉપરાંત આ મહાવિદ્યાલયનાં વિધાર્થીઓ અને સ્ટાફે ૫૩ યુનિટ જેટલુ રકતદાન કરી રાષ્ટ્રનાં નિર્માણમાં જરૂરીયાતમંદ માટે દાન કર્યું હતુ,કૃષિ મહાવિદ્યાલય અને પોલીટેક્નિકનાં પ્રોગ્રામ ઓફિસર (રાસેયો)દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં રેડકોર્સ સોસાયટીનાં ડૉ.કિરીટ ભાવસાર અને વિપુલ રાદડિયાએ માનવીનાં જીવનમાં થેલેસેમિયા ટેસ્ટ અને રક્તદાનનાં મહત્વ વિશે વિદ્યાર્થીઓને સુચારૂ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ કાર્યક્રમપ્રસંગે ડૉ.ઉદય શાહે વિદ્યાર્થીઓને જણાવતા કહયું હતું કે, જો માનવી કાળજી ન રાખે તો થેલેસેમિયા રોગ કુટુંબ ઉપર ગંભીર આર્થિક બોજો પાડી શકે છે.જેથી વિધાર્થીઓને તેઓએ પ્રતિજ્ઞા લેવડાવી હતી કે લગ્નનાં સમયે પાત્રની પસંદગી કરત પહેલા તેઓ થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત કરાવશે.જેથી કુટુંબ આર્થિક બોજામાંથી બચી જાય,આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ મહાવિદ્યાલયનાં ડિન અને આચાર્ય ડૉ.ઝેડ.પી.પટેલ,કૃષિ પોલીટેક્નિકનાં આચાર્ય ડૉ,મહાવીર ચૌધરી તથા રાસિયોનાં પ્રોગ્રામ ઓફિસર ડૉ.અરવિંદ અરહંત,અને ડૉ પરેશ વાવડીયાએ અમૂલ્ય યોગદાન પુરૂ પાડયું હતું.

Next Story