Connect Gujarat
દેશ

ડેન્ગ્યુની દવા બનાવવા સન ફાર્માએ ICGEB સાથે કર્યો કરાર

ડેન્ગ્યુની દવા બનાવવા સન ફાર્માએ ICGEB સાથે કર્યો કરાર
X

સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્જિનિયરીંગ એન્ડ બાયોટેકનોલોજી સાથે ડેન્ગ્યુની સારવાર માટે એક નવીન બોટાનિકલ દવા બનાવવા માટે કરાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલના સમયમાં વિશ્વમાં ડેન્ગ્યુનો ખતરો વધી રહ્યો છે.ત્યારે ભારત જેવા ઉષ્ણકટિબંધના દેશોમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધુ છે તેમજ તેના ઉપચાર માટેની દવા લોકો માટે પર્યાપ્ત નથી.

વિશ્વમાં જેટલા લોકો પર ડેન્ગ્યુનો ભય તોળાઇ રહ્યો છે તેમાંથી 50 ટકા લોકો ભારતના છે. એક અનુમાન અનુસાર ભારતમાં દર વર્ષે ડેન્ગ્યુની સારવાર પાછળ 1.1 બિલિયન ડૉલરનો ખર્ચ થાય છે.

Next Story