Connect Gujarat
ગુજરાત

ડેપ્યુટી CM નિતિન પટેલને ની- રિપ્લેસમેન્ટ સર્જરી માટે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ

ડેપ્યુટી CM નિતિન પટેલને ની- રિપ્લેસમેન્ટ સર્જરી માટે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા દાખલ
X

નાયબ મુખ્યમંત્રીના કાર્યલયે નીતિન પટેલ બે અઠવાડિયા સુધી સચિવાલય નહી આવે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની- રિપ્લેસમેન્ટ સર્જરી માટે ગુરૂવારે મુંબઈ સ્થિત બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. શુક્રવારે તેમના ઘુંટણના ભાગે સર્જરી થશે. રવિવારે તેમને રજા આપી દેવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીના કાર્યલયે નીતિન પટેલ બે અઠવાડિયા સુધી સચિવાલય નહી આવે તેમ જણાવ્યુ હતુ.

બે- અઢી વર્ષથી તેમને ઘુંટણના ઘસારાથી તકલીફ હતી. સતત વ્યસ્તતાને કારણે નીતિન પટેલ કામચલાઉ સારવાર લઈ રહ્યા હતા. યુનિકમ્પાર્ટમેન્ટલ ની-રિપ્લેસમેન્ટ એ લેટેસ્ટ આર્થોપ્લાસ્ટી છે. આ સર્જરીમાં ઘુંટણના ત્રણ કમ્પાર્ટમેન્ટ પૈકી જ્યાં સૌથી વધુ ઘસારો હોય ત્યાં રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. જે એક સામાન્ય સર્જરી છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડો. અરૂણ મુલાની ટીમ શુક્રવારે યુનિકમ્પાર્ટમેન્ટલ ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરશે. બે-ત્રણ દિવસ હોસ્પિટલમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.

Next Story