Connect Gujarat
ગુજરાત

તોગડિયાના ભત્રીજા સહિત 3ની હત્યાના આરોપીનું છાતીમાં દુખાવા બાદ થયું મોત

તોગડિયાના ભત્રીજા સહિત 3ની હત્યાના આરોપીનું છાતીમાં દુખાવા બાદ થયું મોત
X

સુરતના વરાછામાં વીએચપીના વડા પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા સહિત ત્રણની હત્યાના પ્રકરણમાં જેલમાં ધકેલાયેલા ગણેશ ગોયાણીનું છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ મોત નિપજ્યું છે.

વરાછાના એ.કે.રોડ પર વીએચપીના વડા પ્રવીણ તોગડિયાના કૌટુંબિક ભત્રીજા ભરત તોગડિયા, બાલુ હિરાણી સહિત ત્રણની હત્યામાં સંડોવાયેલ ગૌતમ ગોયાણી, કોમલ ગોયાણી, ગણેશ ગોયાણી, રામુ, ઈમરાન, મેહુલ અને ભદ્રેશને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદથી સુરત સબ જેલમાં તમામ જેલવાલ ભોગવી રહ્યા હતા. તે દરમિયાન આજે આરોપી ગણેશ ગોયાણીએ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. જેથી તેને જેલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ તબિયત લથડતા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

જમીનના વિવાદમાં થયેલા ત્રિપલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી ગૌતમ ગોયાણી છે. જ્યારે તેની બહેન કોમલ ગોયાણીના કારણે હત્યા કરવામાં આવી હતી. તેમજ દીકરા અને દીકરી માટે ગૌતમ સાથે મળી બાલુ હિરાણી પર હુમલો કર્યો હતો. જેમાં બાલુ હિરાણી, ભરત તોગડિયા સહિત ત્રણની હત્યા કરી નાખી હતી.

Next Story