Connect Gujarat
દેશ

દિગ્ગજ ફિલ્મ અને ટીવી અભિનેત્રી રીટા ભાદુરીનું 62 વર્ષે નિધન

દિગ્ગજ ફિલ્મ અને ટીવી અભિનેત્રી રીટા ભાદુરીનું 62 વર્ષે નિધન
X

રીટા ભાદુરીનું 62 વર્ષે થયું અવસાન

ટીવી શો 'નિમકી મુખિયા' માં ઇમરતી દેવીનું પાત્ર ભજવનાર રીટા ભાદુરીનું 62 વર્ષે નિધન થયું છે. રીટા ટીવી ઉદ્યોગ અને ફિલ્મ ઉદ્યોગમાં તેમની એક્ટિંગના કારણે ખુબ જાણીતા હતા. તેમના નિધનની જાણકારી સીનિયર એક્ટર શિશિર શર્માએ સોશ્યલ મીડિયા પર આપી હતી. તેમણે લખ્યું હતું, દુઃખ સાથે હું આ બાબતની જાણ કરું છું કે રીટા ભાદુરી આપણી વચ્ચે નથી રહ્યાં. તેમના અંતિમ સંસ્કાર 17 જુલાઇ બપોરે 12 વાગ્યે, અંધેરી ઇસ્ટ મુંબઇમાં કરાશે.

છેલ્લા કેટલાક સમયથી રીટા ભાદુરીની બંને કીડની કમજોર થઇ ગઇ હતી અને તેમણે લાંબા સમયથી દર બીજા દિવસે ડાયલિસિસ માટે જવું પડતું હતું. ઉલ્લેખનીય છે કે ડાયલિસિસ દરમિયાન પણ તેઓ ટીવી શો ‘નિમ કી મુખિયા’ માં ઇમરતી દેવીનું કિરદાર નિભાવી રહ્યા હતા. આ અંગે તેઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે મને કામ કરવું પસંદ છે અને વ્યસ્ત રહેવાનું પસંદ છે. મને દરેક સમયે પોતાની બિમાર અંગે વિચારવાનું પસંદ નથી, જેના કારણે હું મારી જાતને સૌથી વ્યસ્ત રાખું છે.

ઉલ્લેખનીય છે કે ટીવી શો સારા ભાઇ વર્સેઝ સારા ભાઈ, અમાનત, એક નઇ પહેચાન અને બાઈબલ જેવી કથાઓમાં જોવા મળ્યા હતા. રીટા ભાદુરીએ અનેક ફિલ્મોમાં મહત્વપૂર્ણ રોલ ભજવ્યાં છે.

Next Story