Connect Gujarat
દેશ

દિલ્હી : AAPએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત

દિલ્હી : AAPએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત
X

લોકસભાની કુલ 7 પૈકી 6 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત

આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે કુલ 7 પૈકી 6 બેઠકો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તો બીજીતરફ પશ્ચિમ દિલ્હી બેઠક માટે ઉમેદવાર જાહેર નહી કરીને આમ આદમી પાર્ટીએ હજુ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનની સંભાવનાઓનો દ્વારા ખુલ્લો રાખ્યો હોવાના સંકેત આપ્યા છે.

દિલ્હી

દિલ્હીના AAPના પ્રભારી ગોપાલ રાયને શનિવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી. બાદમાં પાર્ટીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો જંગ જામશે. ભાજપ અને કોંગ્રેસે તમામ ઉમેદવારોને લઈને હજી સુધી પોતાના પત્તા ખોલ્યા નથી.

આપના મતે ટૂંક સમયમાંજ પશ્ચિમ દિલ્હીથી પણ ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવશે

આમ આદમી પાર્ટીના જાહેર થયેલા ઉમેદવારો

આમ આદમી પાર્ટીએ નવી દિલ્હીથી બ્રીજેશ ગોયલને ઉમેદવાર જાહેર કર્યા છે. પૂર્વ દિલ્હીથી આતિશી માર્લિના, ઉત્તર દિલ્હીથી દિલીપ પાંડેય, દક્ષીણ દિલ્હીથી રાઘવ ચઢ્ઢા, ચાંદની ચોકથી પંકજ ગુપ્તા અને ઉત્તર-પશ્ચીમ દિલ્હીથી ગુગન સિંહને ઉમેદવાર જાહેર કર્યા છે.

Next Story